સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

સુરેન્દ્રનગરમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ૪૧૬ નવજાત શિશુના મોતઃ ડિસેમ્બર માસમાં ફકત એક જ

ગાંધી હોસ્પિટલમાં ઙ્ગસીક ન્યુબોર્ન કેર યુનિટ શરૂ કરાયું

વઢવાણ, તા.૭: રાજસ્થાનના જોધપુર એક જ માસમાં ૧૪૬ બાળકોના મોત થયાનો મામલો બહાર આવતા સમગ્ર દેશના આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. જયારે ઝાલાવાડના આંકડાઓ પર નજર કરીએ તો એપ્રીલ થી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન જિલ્લામાં ૪૧૬ નવજાત બાળકોના મોત થયા છે. ગત વર્ષે આ ૯ માસમાં ૪૨૩ના મોત થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે એપ્રીલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન ૪૨૩ બાળકોના મોત થયા હતા. જયારે ચાલુ વર્ષે એપ્રીલ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન કુલ ૨૨૧૩૨ બાળકોનો જન્મ થયો છે. જે પૈકી ૪૧૬ નવજાત બાળકોના મોત થયા છે. ચાલુ વર્ષે જે બાળકોના મોત થયા છે. તેમાં જન્મ અને મૃત્યુદર જોતા દર ૫૪ જન્મતા બાળકમાંથી એક બાળક મૃત્યુ પામે છે. ગાંધી હોસ્પિટલમાં નવજાત શીશુની સારવાર માટેનું એસ.એચ.સી.યુ. (સીક ન્યુબોર્ન કેર યુનીટ) શરૂ કરાયુ છે. જેમાં નવજાત શીશુઓને સારવાર માટે રાખવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લા ની ગાંધી હોસ્પિટલના રાવલએ એક માસ એટલે કે ડિસેમ્બર માસ માં ફકત એક બાળક નું મોત નિપજીયુ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે આ બાળક પણ જન્મતા ફકત ૫૦૦ ગ્રામનું હોવાના કારણે બચાવવામાં અસમર્થ નિવડાવવા માં આવ્યું હતું..

સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ પ્રસુતી ઘરે થતી નથી. સગર્ભાવસ્થાની શરૂઆતથી પ્રસુતી બાદ પણ આશા બહેનો સગર્ભાના સંપર્કમાં રહેતા હોય છે. આ ઉપરાંત જે બાળમરણના કિસ્સા સામે આવે છે તેમાં મોટાભાગે અધુરા માસે જન્મેલા બાળકો કે જન્મતાની સાથે વજન ઓછુ હોય તેવા બાળકોનું પ્રમાણ વધુ હોય છે.

(11:42 am IST)