સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

ધ્રોલના ઔદ્યોગિક વિકાસ માટે જીઆઇડીસી બેંક અધિકારીઓ દ્વારા તમામ સવલતો અપાશે

ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મળેલી જનરલ મીટીંગમાં બાંહેધરી અપાઇ

ધ્રોલ, તા. ૭ : ચેમ્બર ઓફ કોમર્સ ધ્રોલ દ્વારા ધ્રોલ શહેરના વેપારી ભાઇઓ તથા તમામ દસ્યોની એક જનરલ મીટીંગ તા. ૪-૧-ર૦ર૦ના રોજ હોલી ડે ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજવામાં આવેલ. આ મીટીંગમાં શહેરના તમામ વેપારીઓ સહિત નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા, પી.એન.આઇ. વી.કે. ગઢવી તથા રાષ્ટ્રીયકૃત બેંક એસ.બી.આઇ. તથા બેંક ઓફ બરોડાના મેનેજરો તથા જામનગરથી પ્રાદેશિક મેનેજર, જીઆઇડીસી. જામનગરના દર્શનભાઇ ઠક્કર તથા આગેવાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.

આ પ્રસંગે જીઆઇડીસીના મેનેજરે ધ્રોલ શહેરનો ઔદ્યોગિક વિકાસ નહીંવત થયેલ છે ત્યારે આ શહેરના વિકાસ માટે તેઓ શહેરના ઉદ્યોગપતિઓને આગળ આવવા અનુરોધ કરેલ. તેમજ તેમના તરફથી તમામ સવલતો ફાળવવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજરો તરફથી શહેરના વિકાસ માટે નાના-મોટા વેપારીઓને બીઝનેસ લોનો સરળતાથી મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મગનભાઇ સંતોકી, નવીનભાઇ, પૂર્વ પરમુખ નાનજીભાઇ ભંડેરી, કારોબારી સદસ્ય જમનભાઇ મતીયારાએ ચેમ્બર ઓફ મોકર્સની પ્રવૃતિઓ અંગે જાણકારી આપી હતી અને આ સંગઠનને વધુ મજબૂત અને શકિતશાળી બનાવવા માટે તમામ નાના મોટા વેપારીઓને અનુરોધ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલભાઇ કોટેચાએ તથા આભારવિધી જયંતીભાઇ ભંડેરી કરી હતી.

(10:01 am IST)