સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

ભાવનગરના ઇન્ચાર્જ પીઆઇ એમ. એચ. યાદવ શરાબ પીધેલા ઝડપાયા

રિંગ રોડ પરથી દારૂ પીધેલી હાલતમાં પકડાયા : સોલાના પીઆઇ-પીએસઆઇને ધમકી આપી : એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી, લેપટોપ તોડી નાખ્યું

અમદાવાદ, તા. : ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.એચ.યાદવ એસપી રિંગ રોડ ભાડજ સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પીઆઈ યાદવને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજા અને સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં યાદવે પોતાની ખાખીનો રોફ જમાવી તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. યાદવે એક કલાક પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરતાં પોલીસતંત્રમાં સમગ્ર કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલો છે અને ગાળાગાળી કરે છે.

             જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપતા તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તેની પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છું. પોતે હાલ રજા પર છે અને ગાંધીનગર સરગાસણ પાસે સ્વાગત ફ્લેમીંગોમાં રહે છે. યાદવને મેડિકલ તપાસ માટે લઈ જતા ઉશ્કેરાઈ ગયા હતા અને ીમારી ઉપર કેસ કેમ કર્યો તેમ કહી ગાળાગાળી રૂ કરી હતી. ઈનવે સ્કવોડમાં ઉશ્કેરાઈ જઈ લેપટોપની તોડફોડ કરી હતી. દરમ્યાન પીઆઈ સહિત સ્ટાફના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. તેમને સમજાવતા વધુ ઉશ્કેરાઈ ગયા હતા.

           તમે કઈ રીતે નોકરી કરો છો તે હું જોઈ લઈશ. એક તબક્કે નશાની હાલતમાં પીઆઇ યાદવે સોલા પોલીસમથકના પીઆઇ જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ તેમજ ક્યાં ગયો રાણા તને તો હું છોડીશ નહીં પીઆઈ ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે તને પણ હું છોડીશ નહીં તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ઈનવે રૂમમાં યાદવે ઇન્ચાર્જ પીઆઈ તરીકે હોવાનું કહી અને ખાખીનો રોફ જમાવી અધિકારીઓ સામે દાદાગીરી કરી હતી. સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, બનાવને પગલે પોલીસતંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:39 pm IST)