સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 7th January 2020

માધવપુર ઘેડ વિસ્તારમાં એમ્બ્યલન્સ સેવા કથળી : સાંસદ રમેશભાઈ ધડુકે લખ્યો આરોગ્યમંત્રીને પત્ર

વધુ સારવાર માટે જૂનાગઢમાં દર્દીને રીફર કરવા એમ્બયુલન્સની સુવિધા અભાવે હાલાકી

અમદાવાદ : સરકારી હોસ્પિટલમાં વધેલા બાળકના મૃત્યુદરના મામલે ભાજપના સાંસદ રમેશભાઈ  ધડુકે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. સાંસદ રમેશ ધડુકે માધવપુર ઘેડ વિસ્તારમાં એમ્બ્યુલન્સ સેવા ખોરવાઈ હોવાની પત્રમાં જાણ કરી છે

  દર મહિને ૩૦ થી ૪૦ થી વધુ મહિલાઓની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિઓ થાય છે. નાના-મોટા ૩૦૦ થી પણ વધારે ઈમરજન્સી કેસ દર મહિને નોંધાઇ છે. ત્યારે વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે દર્દીને તબદીલ કરવા માટે એમ્બ્યુલન્સની કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

(9:59 pm IST)