દામનગરના શિક્ષક ગ્લોબલ અચિવમેન્ટથી સન્માનિત
દામનગર : શાખપુર કન્યાશાળાના શિક્ષક ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. બંધારણ દિવસના શુભ અવસર પર શિક્ષણ વિભાગમાંથી નેશનલ લેવલે ૧૦૦ શિક્ષકોને ગોપાલ કિરણ સમાજ સેવા સંસ્થા (GKSSS) મધ્યપ્રદેશ દ્વારા મેનેજમેન્ટ વષાાાપુર - અમદાવાદ ગુજરાત ખાતે છટ્ઠા ગ્લોબલ કોન્વલેવ અને એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.જેમાં શાખપુર કન્યાશાળા, તા. લાઠી, જિ. અમરેલીના તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને ઈનોવેટિવ શિક્ષક જયસુખભાઇ એલ. જીકાદરાની પસંદગી થયેલ. તેમને ડીએફઓ કૈલાસ મીના અને સંતોષ મીના & પ્રશાસન ભોપાલ કીનેટ સ્પીકર ડો. બી.પી. અશોકના હસ્તે ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. તેઓએ શાળાનું ગૌરવ ઉપરાંત શાખપુર ગામ અને અમરેલી જીલ્લાનું પણ ગૌરવ વધારેલ છે.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર