સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

નવાબંદર દરિયામાં હજુ એક ખલાસીની શોધખોળ

અઠવાડીયા પહેલા દરિયામાં મીની વાવાઝોડામાં ૧ર બોટો ડૂબી જતા ગુમ કુલ ૧ર ખલાસીઓમાં ૪ ખલાસીઓને બચાવ્યા બાદ વારાફરતી અત્યાર સુધીમાં ૭ ખલાસીઓના મૃતદેહો મળેલઃ બોટો ડૂબી જતાં કરોડોનું નુકશાન : મૃત્યુ થયેલા ખલાસીઓના પરિવારોને તેમજ ડૂબી ગયેલી બોટોની નુકસાની માટે પુરતુ વળતર ચુકવવા માગણી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬ :.. અઠવાડીયા પહેલા નવાબંદર દરિયામાં ફુંકાયેલા મીની વાવાઝોડામાં ગુમ થયેલા ખલાસીઓમાં વધુ ર ખલાસીઓ મોહનભાઇ કાળુભાઇ સોલંકી (ઉ.૩૦) રે. નવાબંદર તથા જગદીશભાઇ દેવચંદભાઇ મકવાણાના મૃતદેહો મળી આવેલ છે.

મીની વાવાઝોડામાં ૧ર બોટો ડૂબી જતાં કુલ ૧ર ખલાસીઓ લાપતા બનેલ હતાં. જેમાં ૪  ખલાસીઓને નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા હેલીકોપ્ટરની મદદથી બચાવી લીધા હતાં. ત્યારપછી નવાબંદર કાંઠે વારાફરતી અત્યાર સુધીમાં ગુમ કુલ ૭ ખલાસીઓના મૃતદેહો મળી આવ્યા હતાં. ગઇકાલે ગુમ ર ખલાસીઓનાં મૃતદહો મળી આવેલ હજુ એક ખલાસી લાપતા હોય તેની નેવી કોસ્ટ ગાર્ડ દ્વારા શોધખોળ ચાલી રહી છે.દરિયામાં મીની વાવાઝોડામાં ૧૦ થી ૧ર બોડો ડૂબી જતાં ૧ર ખલાસીઓ ગુમ થયેલ જેમાં બે દિવસ પહેલા વારાફરતી ગુમ સાત ખલાસીઓના મૃતદેહો મળી આવેલ હતાં. ગઇકાલે વધુ ગુમ ર ખલાસીઓના મૃતદેહો મળી આવેલ છે.દરિયામાં ડૂબી ગયેલી ૧ર બોટોમાં હજુ ૪ જેટલી બોટોને દરિયામાંથી કાઢવાની તજવીજ એનડીઆરએફ તથા નેવી દ્વારા થઇ રહેલ છે.  દરિયામાં મૃત્યુ થયેલા ખલાસીઓના પરિવારોને તેમજ ડૂબી ગયેલી બોટોની નુકસાની માટે પુરતું વળતર ચુકવવા માગણી ઉઠી છે.

(11:51 am IST)