સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા મીઠાપુરમાં સાઇકલ રેલી

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ નિમિતે મીઠાપુરમાં તા.૫-૧૨-૨૦૨૧ના રોજ એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ રેલી મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નારીયેળી રોડથી જુદા-જુદા વિસ્તારોમાં યોજવામાં આવી હતી. સવારે ૭.૩૦ વાગ્યે આ રેલી શરૂ કરવામાં આવી હતી. આ રેલીમાં મીઠાપુર હાઇસ્કૂલના આચાર્ય શ્રી નીરવભાઇ જોશી ઉપરાંત તેમના શિક્ષકો, ગામના લોકો તથા મીઠાપુર પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ સાઇકલ રેલીને સફળ બનાવવા માટે મીઠાપુર પી.આઇ.શ્રી ગી.આર.ગઢવીએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયાઃમીઠાપુર)

(11:47 am IST)