સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પ સંપન્ન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૬ : જલારામ મંદીર ખાતે ગઈકાલે રવિવારે નેત્ર નિદાન કેમ્પ,સાંધા સ્નાયુના દુખાવાનો કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ અને હોમિયોપથી કેમ્પ વિ. મેગા કેમ્પનું આયોજન કરવામાં આવતા શહેર આને તાલુકાના દર્દીઓએ આ મેગા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

કેશોદ જલારામ મંદિર દ્વારા શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહકારથી દર માસના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ, સાંધા સ્નાયુંના દુઃખાવાનો કેમ્પ તેમજ હોમિયોપથી અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ ગઈકાલે રવિવિરે યોજાયેલ ત્રિવિધ કેમ્પમાં પશુ પાલન મંત્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, મંદિર ના પ્રમુખ રમેશભાઇ રતનઘાયરા, જીવાભાઇ રાજતીયા, મહાવીર સિંહ જાડેજા, દિનેશભાઈ કાનાબાર , ડો. સ્નેહલભાઈ તન્ના , ભગવતસિંહ રાયજાદા, હમીરભાઈ હડિયા, મોહનભાઈ ઘોડાસરા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ એ નિદાન કરાવેલ જેમાં મોતિયાના દર્દીઓ ૨૧૦ માંથી ૭૦ દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં માં મોકલવા આવ્યા હતા.

ઉપરાંત હોમિયોપથી કેમ્પમાં ડો નીકિતા પટેલ દ્વારા નિઃશૂલ્ક તપાસી દવા આપવાંમાં આવી હતી ડાયાબિટીસના ૮૧ દર્દીને ફાર્માસીસ્ટ દિપેનભાઈ અટારા દ્વારા નિઃશૂલ્ક તપાસવામાં આવેલ. સમગ્ર કેમ્પના ભોજન દાતા જીવાભાઈ રાજતીયા(માધવ જવેલર્સ વાળા) રહ્યા હતાં.

(11:44 am IST)