સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th December 2021

મોરબી બાર એસોસિએશનની ૧૭મીએ ચુંટણી

પ્રમુખ પદ માટે ૭ ઉમેદવાર વચ્ચે જંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૬ : મોરબી બાર એસોસિએશનના હોદેદારોની ગત ટર્મ પુરી થતા નવેસરથી ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મોરબી બાર એસોસિએશનની આગામી ૧૭ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આથી બાર એસોસિએશનના નવા પ્રમુખ સહિતના હોદેદારો માટે અનેક ઉમેદવારો દાવેદારી નોંધાવી છે. જેમાં બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ૭ ઉમેદવાર વચ્ચે જંગ જામશે.

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો ભરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ સહિતના હોદા માટે ફોમ ભરનાર ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકકુમાર ખુમાણ, પ્રાણલાલ માનસેતા, અમિત ડાભી, રસીદાબેન પરમાર, તેજસકુમાર દોશી, બ્રિજેશ નંદાસણાએ દાવેદારી નોંધાવી છે.

બાર એસોસિએશન ઉપપ્રમુખ પદ માટે ચિરાગ કારીયા, પ્રાણલાલ માનસેતા, બાબુભાઇ હડિયલ, અમિત ડાભી, દિપક ઓઝા, તેજસકુમાર દોશી તેમજ સેક્રેટરી પદ માટે મહીંધર દવે, જીતેન અગેચણીયા, પ્રાણલાલ માનસેતા, બાબુભાઇ હડિયલ, અમિત ડાભી તેમજ જોઈન્ટ સેક્રેટરી પદ માટે કાસમ ભોરિયા, ગૌરવ છત્રોલા, યોગરાજસિંહ જાડેજા અને કારોબારી સભ્યો તરીકે હિરેનગિરી ગૌસ્વામી, નિધિ વાદ્યડિયા, ઉદયસિંહ જાડેજા, કલ્પેશ સંખેસરિયા, મયુર પુજારા, દિવ્યેશ ઉદ્યરેજાએ દાવેદારી નોંધાવી છે. ઉમેદવારોના ફોર્મની ચકાસણી તા.૭ ના રોજ થશે, ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તા.૯ છે અને તા ૧૦ ડિસેમ્બરના રોજ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે.

(10:33 am IST)