સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ખંભાળિયા પંથકની સગીરાનું અપહરણ : શેઢા ભડથાર ગામની 15 વર્ષની બાળાને હરદાસ ચાવડા ઉપાડી ગયો : પોલીસ ફરિયાદ

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખભાળિયા પંથકની સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે

 ખંભાળિયા તાલુકાના શેઢા ભડથાર ગામની 15 વર્ષની સગીર બાળાનું અપહરણ થયાની ફરિયાદ તેના પિતાએ નોંધાવી છે જેમાં હરદાસ કારા ચાવડા નામનો શખ્શ સગીર બાળાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોખધોળ હાથ ધરી છે

(10:17 pm IST)