સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

સૌરાષ્ટ્ર : ડેન્ગ્યુનો આતંક હજુ જારી, રાજકોટમાં ૧નું મોત થયું

રોજ ડેન્ગ્યુના નવા કેસો સપાટી પર આવી રહ્યા છે : ચાલુ વર્ષેમાં ડેન્ગ્યુથી મોતનો આંકડો ૧૬ને પાર : સ્થાનિક લોકોમાં ડેન્ગ્યુના કહેરને લઇને ફફડાટ : વિવિધ પગલાઓ

અમદાવાદ, તા. : રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુનો હાહાકાર જારી છે, રોજેરોજ ડેન્ગ્યુના નવા કેસો નોંધાઇ રહ્યા છે. સ્થાનિક લોકોમાં ડેન્ગ્યુના કહેરને લઇ ભારે ફફડાટ ફેલાઇ રહ્યો છે અને સ્થાનિક મનપા તેમ આરોગ્ય તંત્ર ડેન્ગ્યુને કાબૂમાં લેવા તેમ રોગચાળાને ડામવા રૂરી અસરકારક પગલા લઇ રહ્યું હોવાના દાવા કરી રહ્યું છે પરંતુ તે દાવાઓ બિલકુલ પોકળ, વાહિયાત અને બોગસ સાબિત થઇ રહ્યા છે. રાજકોટમાં આજે ડેન્ગ્યુના કારણે ૨૧ વર્ષીય યુવતીનું મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૂળ જેતપુરમાં અને છેલ્લા થોડા દિવસોથી રાજકોટમાં રહેતા ભીમજીયાણી પરિવારની પુત્રી દામિની બકુલભાઇ ભીમજીયાણી (.૨૧)ને બે દિવસ પહેલા માથુ દુઃખતું હોય સૌ પ્રથમ સ્થાનિક ડોક્ટરની સારવાર લીધી હતી. બાદમાં શહેરની ખાનગી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરાતા ડેંગ્યુ હોવાને કારણે સારવાર રૂ કરવામાં આવી હતી. પરંતુ વધુ તબીયત લથડતા વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. બાદમાં મધ્યમવર્ગીય પરિવારને ખાનગી હોસ્પિટલની સારવારનો ખર્ચ પરવડે તેમ હોઇ શુક્રવારે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ રાત્રિ દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.

          નોંધનીય છે કે, છેલ્લા મહિનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. દર અઠવાડિયે ૮૦ થી ૯૦ લોકોને ડેન્ગ્યુનું નિદાન થઇ રહ્યું છે. એટલુ નહીં અત્યાર સુધીમાં ૧૬થી વધુ લોકોને ડેન્ગ્યુનો રોગચાળો ભરખી ગયો છે. આમ છતાં આરોગ્ય વિભાગના પેટનું પાણી નથી હલતું અને ઉત્સવોની ઉજવણીની તૈયારીમાં લાગ્યા હોવાનું લોકોમાં રોષભેર ચર્ચાઇ રહ્યું છે.

(9:41 pm IST)