સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટોઃ કોઇ જગ્યાએ આછા વાદળા-કયાંક ધુપ-છાંવઃ અમરેલીમાં વાદળા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં આજે સવારથી પલ્ટો આવ્યો છે.

આજે સવારથી બપોર સુધીમાં કોઇ જગ્યાએ આછા વાદળા છે તો કોઇ જગ્યાએ ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયેલુ છે.

જેમા અમરેલી, જામનગર, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, રાજકોટમાં આછા વાદળા છવાયા છે. જયારે કચ્છ, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર જીલ્લામાં ધુપ-છાંવનો માહોલ છે.

(3:59 pm IST)