સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

તળાજામાં ઝાપટુઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં આછા વાદળા-પવન

રાજકોટમાં સવારે ઠંડો પવન વાયોઃ અન્યત્ર ઠંડી શમી ગઇઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ગયો

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારનાં સમયે ઠંડકની અસર સાથે શિયાળા જેવો અનુભવ થઇ રહ્યો છે.

સવારના સમયે સુર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આછા વાદળા છવાયા છે અને પવન પણ ફુંકાઇ રહ્યો છે.

રાજકોટમાં સવારના સમયે પવન ફૂંકાયો હતો. અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ગયો હતો.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.

છેલ્લા ત્રણ દિવસથી આકાશ વાદળાથી ઘેરાયેલું છે. જેમાં આજે પણ કોઇ ફરક પડયો નથી વાદળાને લઇ લઘુતમ તાપમાનનો પારો આજે પણ ઉંચકાયને ર૩ ડિગ્રી થયો હતો.

જેના પરિણામે ઠંડી નહિવત થઇ ગઇ છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહેલ જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિ.મી.ની નોંધાઇ હતી.

જુનાગઢ સહિત સોરઠમાં હજુ આવતીકાલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા જુનાગઢ કૃષિ યુનિ.નાં હવમાન વિભાગે દર્શાવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૯.પ મહતમ ર૧ લઘુતમ ૬૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજા ના વાતાવરણ આજે હવામાન ખાતાની આગાહી મુજબ જ વહેલી સવારથી જ પલટો આવ્યો હતો. જેના કારણે ખેડૂતો પરિવાર સાથે ખેતરોમાં ઉભેલી મૌલાતને બચાવવા ખેતરોમાં દોડ્યા હતા. જીનીગમિલોવાળા પણ ગ્રાઉન્ડમાં કપાસિયા પડેલા હોય તેને બચાવવા હકી કાઢી હતી.

હવામાન વિભાગની આજ તા. પ ના રોજ માવઠું થવાની આગાહી હતી. એ આગાહી મુજબ આજે વહેલી સવારથી જ આકાશી વાતાવરણ વાદળછાયું છવાયેલું રહ્યું. સવારના નવા વાગ્યા હોવા છતાં હજુ પરોઢ થઇ છે. તેવા વાતાવરણ વચ્ચે અમીછાંટણા થયા હતા. દિવસનો મોટો ભાગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે પસાર થયો હતો.

સવારે જ અમી છાંટણા થતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પોતાના ખેતરમાં પડેલ કપાસ, વાઢેલી જુવાર બચાવા પરિવાર સાથે દોડયા હતા. જિનિંગ મિલના સંચાલકોએ પણ ગ્રાઉન્ડમાં પડેલા કપાસિયા બચાવવા માટે મજુરોને કામે લગાવ્યા હતા. વહેલી સવારે જ વાતાવરણ ના બદલાવ ને લઇ પહોંચી ગયા હતા. કપાસિયા પર વરસાદ પડે તો બગડી જાય ને લાખો રૂપિયાની નુકશાની જાય તેવી ભીતિ જિનિંગ મિલના સંચાલકોને સતાવતી હતી.(૧.૧૦)

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

હવામાં ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૬૦ ટકા

૧૯.૦ ડીગ્રી

ડીસા

૭ર ટકા

૧૮.ર ડીગ્રી

વડોદરા

૬પ ટક

૧૮.૬ ડીગ્રી

સુરત

પ૩ ટકા

ર૪.પ ડીગ્રી

રાજકોટ

૬૪ ટકા

ર૧.પ ડીગ્રી

ભાવનગર

પ૯ ટકા

રર.૬ ડીગ્રી

પોરબંદર

૭ર ટકા

ર૩.ર ડીગ્રી

વેરાવળ

૭૪ ટકા

ર૪.૦ ડીગ્રી

દ્વારકા

પ૯ ટકા

ર૪.૪ ડીગ્રી

ઓખા

૬૬ ટકા

ર૪.૭ ડીગ્રી

ભુજ

૬ર ટકા

ર૦.ર ડીગ્રી

નલીયા

૩૭ ટકા

ર૦.૮ ડીગ્રી

સુરેન્દ્રનગર

પ૯ ટકા

ર૦.પ ડીગ્રી

ન્યુ કંડલા

૭૪ ટકા

ર૧.ર ડીગ્રી

કંડલા એરપોર્ટ         

 

ર૦.૧ ડીગ્રી

ગાંધીનગર

૬૦ ટકા

૧૯.ર ડીગ્રી

મહુવા

૭પ ટકા

રર.પ ડીગ્રી

દિવ

૭૭ ટકા

રર.૦ ડીગ્રી

વલસાડ

૭પ ટકા

ર૦.૬ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર    

૮૩ ટકા

૧૯.૯ ડીગ્રી

જામનગર

૬૮ ટકા

ર૧.૦ ડીગ્રી

જુનાગઢ

૬૭ ટકા

ર૩.૦ ડીગ્રી

(3:38 pm IST)