સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

બગસરાના હાલરીયામાં અજાણ્યા વાહન હડફેટે રીક્ષા ચાલકનું મોત

 અમરેલી, તા. ૬ : બગસરા તાલુકાના હાલરીયા ગામ નજીક બગસરાથી ધોકડવા જતી ભાર રીક્ષા જીજે-૦ર-એકસ-૧રપ૬ સાથે સામેથી એક અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે બેફીકરાઇ ચલાવી રીક્ષા સાથે અથડાવી રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયાની ભુપતભાઇ ઉનાવાએ બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

હુમલો

અમરેલી તાલુકાના મોટા આંગડીયા ગામે નિલેશભાઇ રમેશભાઇ મકવાણાનો નાનો ભાઇ મહેશભાઇ બાવીશીની દિકરીને ભગાડી જતા તે મનદુઃખ રાખી રમેશ ધીરૂ બાવીશી, સુરેશ કાનજી બાવીસી, મનીષ ચતુર વઘાસીયાએ ફોર વ્હીલ ગાડીમાં આવી ઘરે આવી તારો ભાઇ અમારી બાવીશીની દિકરીને ભગાડી લઇ ગયેલ છે તેવું જણાવી નિલેશભાઇ, તેમના પત્ની, ભાઇ બાપુજી તથા દાદા ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

પડી જતા મોત

ખાંભા તાલુકાના સમઢીયાર (ર) ગામ સીમમાં પોતાની વાડીએ માવજીભાઇ આતાભાઇ વરૂ ટ્રેકટર મૂકી વાડીમાં ચાલીને આંટો મારવા ગયેલ ત્યારે રસ્તામાં અકસ્માતે પડી જતાં મોઢામાં અને નાકમાં ફીણ આવી જતા સારવાર અર્થે રાજુલા દવાખાને લઇ જતાં રસ્તામાં તેનું મોત નિપજયાનં વિનોદભાઇ વરૂએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. 

(1:07 pm IST)