સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

SDRFની ઓનલાઇન કામનાં બહિષ્કાર સાથે VCEએ યોગ્ય મહેનતાણાની કરી માંગ ચોટીલામાં ટીડીઓને આવેદન

ચોટીલા,તા.૬: ચોટીલા તાલુકામાં પાક નુકશાનીનાં ખેડૂતો દ્વારા ભરાયેલ ફોર્મની ઓન લાઇન કરવાની કામગીરીનો બહિષ્કાર કરી યોગ્ય મહેનતાણું આપવાની માંગ સાથે ટીડીઓને આવેદન પત્ર પાઠવી વીસીઇ યુનિયને વિરોધ વ્યકત કરેલ છે

ચોટીલા તાલુકા વિકાસ અધિકારી પી જે મહેતાને વીસીઇ યુનીયન આગેવાન વિજય માધર, અર્જુન રાયકા ની આગેવાનીમાં આવેદન પાઠવવામાં આવેલ જેમા જણાવેલ છે કે એસડીઆરએફ ના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ડીજીટલ ગુજરાતની વેબ સાઇટ ઉપર ચાલુ થયેલ છે. જેમા સરકાર દ્વારા તેના મહેનતાણાનાં ૮ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. જે મહેનતાણું નહીવત છે કામગીરીના પ્રમાણમાં દ્યણું ઓછું છે. જેથી યોગ્ય મહેનતાણું નક્કી કરવામાં આવે અને તેનું સો ટકા ચૂકવણું એક મહિનામાં કરી આપવાની લેખીત બાહેધરી આપવા તેમજ ફેબ્રુઆરી ૨૦૧૮માં કરેલ પીએમ કિશાનઙ્ગ ની કામગીરીનું મહેનતાણું સત્વરે ચુકવી આપવામાં આવે તેવી માંગણી કરેલ છે. ઉપરાંત જયાં સુધી માગણી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી યુનીયનનાં નક્કી થયા મુજબ કામગીરીનો બહિષ્કાર સાથે અળગા રહેવાનું જણાવેલ છે

આ તકે ઉપસ્થિત તમામ વીસીઇ એ જણાવેલ કે ૨૦૧૮ ની કામગીરીનું હજુ મહેનતાણું મળેલ નથી તેમજ એસડીઆરએફ ની કામગીરીમાં અમોને છ રૂપિયા જેટલો ખર્ચ પ્રિન્ટીંગનો આવે છે તેમજ એક ફોર્મ ઓન લાઇન કરવામાં દસ મિનીટ લાગે છે અને અમારૂ પર્સનલ નેટ ડેટા વપરાય છે જેથી આઠ રૂપીયા જેવી નજીવી રકમમાં આ કામગીરી કરવી આ સમયમાં કરવી પોસાય તેમ નથી એટલે બહિષ્કાર કરેલ છે.

(1:06 pm IST)