સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

પોરબંદરમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય સુનિલ સીંધીનું મોમેન્ટો આપી સન્માન

પોરબંદર તા.૬ : ગાંધીભૂમિ પર પ્રથમ વખત ભારત સરકારના રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના મેમ્બર સુનિલ સીંધીને મુસ્લીમ અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રિય ચરખો મોમેન્ટો સ્વરૂપે આપી સન્માન કર્યુ હતુ.

ભારત સરકાર દ્વારા લઘુમતી સમાજના વિકાસ માટે માનનીય પ્રધાનમંત્રી ૧૫ મુદ્દા કાર્યક્રમ બનાવેલ છે અને સમગ્ર ભારતમાં તે અંગેની કામગીરી ચાલી હરી હોય જેથી પોરબંદર જિલ્લામાં પણ પ્રધાનમંત્રી ૧૫ મુદ્દા કાર્યક્રમની સમીક્ષા અંગેની મીટીંગનું આયોજન જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરેલ હોય જેથી આ મીટીંગમાં ખાસ  દિલ્હીથી લઘુમતી આયોગના રાષ્ટ્રીય સભ્ય સુનિલ સિંધી પધારેલ હોય લઘુમતી સમાજ માટે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતી અશરફી સીમનાની ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી હાજી ઇમ્તિયાઝ હારૂન સુન્નીવોરા અને અશરફી કરબાતી જમાતના પ્રમુખ એડવોકેટ અકબર સલોત દ્વારા વિલા સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત લઇ પુષ્પગુંજ આપી આવકાર્યા હતા અને ગાંધીજીનો પ્રિય ચરખો મોમેન્ટો સ્વરૂપે આપી સન્માનીત કરાયા હતા.

લઘુમતી સમાજ માટે પોરબંદર જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષથી ઉપરાંત થી ભારત સરકારના લઘુમતી મંત્રાલયની સ્કોલરશીપ યોજનાઓ, વિવિધ યોજનાઓ અને મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજનાઓ તથા અનેક પ્રકારની સરકારશ્રીની યોજનાઓનો ફોર્મો અને આ અંગેની જરૂરી માહિતી માર્ગદર્શન અને ઓનલાઇન ફોર્મ પણ વિનામુલ્યે ભરી આપવાની માનવ સેવા આ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી કરાઇ છે. જેને કારણે સરકાર દ્વારા માત્ર પોરબંદર જિલ્લાને કરોડો રૂપિયાની સહાય મળે છે આ સીવાયના અનેક સેવાકીય પ્રવૃતિઓ અંગેની માનનીય સાહેબશ્રી ને આ ટ્રસ્ટની કામગીરીની જાણકારી આપી હતી.

અશરફી સિમનાની ચેરી. ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને આવનારા સમયમાં આ ટ્રસ્ટ દ્વારા પોતાની કામગીરી વધુ પ્રમાણમાં કરે અને વધુમાં વધુ લઘુમતી સમાજને લાભ મળે અને મારા લાયક કોઇપણ કામકાજ હોય તો ગાંધીભૂમીના લઘુમતી સમાજ માટે માનવ સેવા કરતા આ ટ્રસ્ટ અને મારા ડીપા. દ્વારા જરૂરી એવો તમામ પ્રકારનો સહકાર અને સહયોગ આપવામાં આવશે તેઓએ ખાતરી આપી હતી.વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દા કાર્યક્રમને જિલ્લાકક્ષાની સમીક્ષા મિટીંગમાં સીમનાની ચેરી. ટ્રસ્ટના પ્રમુખ ડો.હાજી હારૂન સુન્ની વોરા અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજી ઇમ્તિયાઝ સુન્નીવોરા યુવા એડવોકેટ અકબર સલોત મેમણ જમાતના અગ્રણી જુનેદભાઇ અઘાડી અને સંધી મુસ્લિમ જમાતના પ્રમુખ આરીફભાઇ હાલાઇપોત્રા, કાજી મુલ્લા જમાતના અગ્રણી જુનેદઘ્ભાઇ અઘાડી અને સંધી મુસ્લિમ જમાતના પ્રમુખ આરીફભાઇ હાલાઇપોત્રા, કાજી મુલ્લા જમાતના પ્રમુખ યાકુબભાઇ મુલ્લા, આદિત્યાણ સંધી જમાતના પ્રમુખ સુલેમાનભાઇ મંધરા, આરીફભાઇ નોવ્હી, પ્રોફેસર અઝરૂદ્દીન બાદી, પ્રોફેસર અલ્તાફભાઇ નાલબંધ બાકીર ચાવડા અને હામીદ રાવડા સહિતના મુસ્લીમ સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી.

(11:49 am IST)