સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ધોરાજી બહારપુરા વિસ્તારમાં મધરાત્રે પાણી વિતરણથી મહિલાઓ પરેશાન

શિયાળાની કડકડતી ઠંડીમાં મજબૂરઃ સમય ફેર કરવા માંગ

 ધોરાજી, તા.૧૩ધોરાજી બહારપુરા વિસ્તાર જે અત્યંત ગરીબ અને પછાત વર્ગનો વિસ્તાર ગણાય છે જયાં બહોળી સંખ્યામાં મજૂર વર્ગ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે અને મજુરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે આ વિસ્તાર અત્યંત ગરીબ અને પછાત વિસ્તાર ગણાય છે અહીં  નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું પાણી મધરાત્રે કડકડતી ઠંડી ની અંદર માં વિતરણ કરાય છે જેથી કરી નાછૂટકે મજુર અને મધ્યમ વર્ગની પ્રજાને મધરાત્રે પાણી ભરવા માટે ઉઠવું પડે છે જે બાબતે બહારપુરા વોર્ડ નંબર ૨ની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મહિલાઓનું કહેવું છે કે  અનેક વખત પાણી વિતરણ ના સમય ફેરફાર માટે રજૂઆતો કરી પરંતુ પરિણામ  આવે છે અને હાલ ધોરાજી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર ની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે.

જયારે લાંબા સમયથી ચીફ ઓફિસર ન હોવાના કારણે રજૂઆત કોને કરવી તે પણ એ પ્રશ્ન થઇ રહ્યો છે અને ધોરાજી શહેર મા કોંગ્રેસ શાસિત નગરપાલિકા મા લોકોને સમયસર પીવાનું પાણી મળી રહે તે માટે આવનારા દિવસોની અંદર માં મહિલાઓ દ્વારા નગર પાલિકા કચેરીની સામે મહિલાઓ ઉગ્ર આંદોલન પણ કરે તો નવાઈ નહીં એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ ધોરાજી કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સત્ત્।ાધીશો વિકાસ ની વાતો ના બણગા ફૂંકે છે પરંતુ આ આ સત્ત્।ાધીશોના વાંકે મહિલાઓએ પાણી માટે મધરાત્રે ઊઠે છે જે એક શરમજનક બાબત છે જો આવનારા દિવસોની અંદર માં ધોરાજી પાલિકા દ્વારા પાણી વિતરણ ના સમયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો નાછૂટકે મહિલાઓ ગાંધીજી ચિંધ્યા માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(11:49 am IST)