સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

મોરબીમાં રેલ્વે પુલ પાસે મળી આવેલ વૃધ્ધાને પોલીસે કપડા પહેરાવીને પરિવાર સુધી પહોંચાડવા પ્રયાસ

મોરબી,તા.૬: પુલ પર એક વૃદ્ઘ મહિલા નિવસ્ત્ર હાલતમાં હોય તેવી જાગૃત યુવાને જાણ કરતા સેવાભાવીઓ અને પોલીસ દોડી ગઈ હતી અને મહિલા સામાજિક કાર્યકરની મદદથી નિવસ્ત્ર મહિલાને કપડા પહેરાવ્યા હતા તેમજ તેના પરિવારની શોધખોળ આદરીને તેના પરિવાર સુધી પહોંચાડવા પોલીસ મથામણ કરી રહી છે.

પુલ પર નિવસ્ત્ર મહિલાને જાગૃત યુવાન બીપીનભાઈ પ્રજાપતિ જોયા હતા જોકે મહિલા નિવસ્ત્ર હોય જેથી કેવી રીતે તેની મદદ કરવી તેની મૂંઝવણ બાદ તેને આ મામલે બી ડીવીઝન પોલીસના કિશોરદાન ગઢવી અને ભાનુભાઈ બાલાસરાને જાણ કરતા પોલીસે સિવિલ હોસ્પીટલમાં સેવા આપતા હસીનાબેન અને જગદીશભાઈને બોલાવ્યા હતા અને કપડા પોલીસ સાથે લાવી હતી જોકે મહિલાને કપડા પહેરાવવા મહિલાની જ જરૂરિયાત હોય જેથી આ અંગે જાણ થતા તુરંત સેવાભાવી હસીનાબેન પુલ પર પહોંચી ગયા હતા અને પોલીસ ટીમ સાથે લાવેલી કપડા મહિલાને પહેરાવ્યા હતા એટલું જ નહિ બાદમાં મહિલા રખડતી જણાઈ આવતા પોલીસ ટીમે તેની માહિતી મેળવવા પ્રયાસ કર્યા હતા જેમાં મહિલા દેરાળા ગામની રહેવાસી હોય તેવી માહિતી મળી હતી અને ત્રણ દિવસથી તે દ્યરેથી નીકળ્યા બાદ રેલ્વે સ્ટેસન અને બાદમાં પુલ પર પહોંચી હતી ત્યારે પોલીસે ટીમે ૧૮૧ ટીમને જાણ કરી હતી અને ગામના સરપંચનો સંપર્ક કરીને મહિલાને તેના પરિવાર સુધી પહોંચાડવા માટે પણ પ્રયાસો ચલાવી રહ્યા છે.

(11:48 am IST)