સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

ખંભાળીયા પાસે છોટા હાથીમાં હેરાફેરી કરતા ભાયાવદરના બે પટેલ દોઢ લાખના દારૂ સાથે ઝડપાઇ ગયા

ખંભળીયા તા. ૬ :.. પો. અધિક્ષક રોહન આનંદ તથા નાયબ અધિક્ષાક સી. સી. અંટાણા ખંભાળીયા ડીવીઝન એ પ્રોહી. જૂગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના અપેલ હોય જેથી પો. ઇન્સ. પી. એ. દેકાવડીયા સાથે સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યન પો. કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા તથા માંડણભાઇ સચદેભાઇ ગઢવીને મળેલ હકિકત આધારે ખંભાળીયા ભાણવડ હાઇવે રોડ ઉપર ગુંદામોરા સ્કુલ નજીક રોડ ઉપરથી વોચમાં રહી છોટા હાથીમં ભરેલ વિદેશી દારૂ સાથે પરાગ હિરાભાઇ દેલવાડીયા પટેલ રહે. કારડીયાવાસ ભયાવદર તા. ઉપલેટા, ભાર્ગવ રમેશભાઇ માંકડીયા પટેલ  રહે. સુભાષ રોડ ભાયાવદર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭પ૦ એમ. એલ. ની કોચની બોટલ નંગ ૩૯ર કી. રૂ.ા ૧,પ૬,૮૦૦ ની તથા મો. ફો. નંગ ર કિ. રૂ. ૧૦,૦૦૦ તથા અશોક લેલન કંપનીને છોટા હાથી ગાડી રજી. નં. જી-૧-૦૩બીજી-૯૭૦૩ કિ. ર,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૬૬,૮૦૦ ના મુદામલ સાથે વિદેશી દારૂની હેરાફેરી  કરતા પકડી પાડી કલમ ૬પઇ૮૧૯૮ (ર) મુજબ અટક કરી ખંભાળીયા પો. સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે. અને ફરારી અને સદર વિદેશી દારૂનો જથ્થો  આપનાર સંદિપ પરબતભાઇ ઉર્ફે કનુ હુણ રહે. જુનાગઢ વાળાને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. પી. એ. દેકાવડીયા તથા પો. સ. ઇ. શ્રી એ. આર. ઝલા તથા પો. હેડ કોન્સ. કેશુરભાઇ માડમ તથા ડાડુભાઇ જોગલ તથા માલદેભઇ નંદાણીયા તથા આસપાલભઇ મોવર તથા પો. કો. સામતભઇ ગઢવી તથા જીતુભાઇ  જા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા કાનાભાઇ લુણા તથા માંડણભાઇ ગઢવી તથા રામદેવભાઇ કરંગીયા દ્વારા કરવામાં આવેલ છે.

(11:47 am IST)