સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત યુથ એવોર્ડ અપાશે

સામાજિક સેવા પ્રવૃતિની માહિતી પુરાવા સાથે ૧૧ ડીસે. સુધીમાં મોકલવી

સુરેન્દ્રનગર,તા.૬:જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજય સરકાર દ્વારા યુવાનોના પ્રોત્સાહન માટે વર્ષ-૨૦૨૦ થી ગુજરાત રાજય યુથ એવોર્ડ આપવાનું નકકી કરવામાં આવેલ છે. જે મુજબ ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા તેમજ ગુજરાતના નાગરિક હોય તેવા યુવાઓ આ એવોર્ડ માટે અરજી કરી શકશે.

જે યુવા સમાજસેવા અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય જેવી કે, પોતાના સમુદાયના યુવાનોને ઉત્કૃષ્ટ નાગરિક બનવા પ્રેરણા અને ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડયુ હોય, સ્વચ્છ ભારત અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય, જળ સંચય માટે, બાળકોના પોષણ માટે, પુનઃપ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતોના વપરાશ બાબતે જાગૃતિ પ્રૌઢશિક્ષણ, કૌશલ્ય વિકાસ, વૃક્ષા રોપણ, વનીકરણ, પ્રદુષણ નિવારણ, સમાજ તથા સમુદાય અને સરકારના મુખ્ય કાર્યક્રમો /યોજનાઓ બાબતે જાગૃતિ અભિયાન જેવી ઉત્કૃષ્ટ કામગીરી અને આ ક્ષેત્રે યોગદાન આપેલ હોય, આમ આવી લાયકાત ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના યુવાઓ 'ગુજરાત યુથ એવોર્ડ' માટે અરજી કરી શકશે.

આ અરજી સાથે વધુમાં વધુ પાંચ પાના ઉપર દર્શાવેલ ક્ષેત્રે કરેલ પાંચ વર્ષ દરમ્યાનના પ્રદાનના આધાર પુરાવા સાથેના બાયોડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ જરૂરી વિગત સાથેના અરજી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી એ-૫, ગ્રાઉન્ડ ફલોર, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર સુરેન્દ્રનગર ખાતે તા.૧૧/૧૨/૨૦૧૯ સુધી કચેરી સમય દરમ્યાન પહોંચતી કરવા  વધુમાં જણાવાયું છે.

જિલ્લા સંકલન સમિતિની બેઠક

 સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર ખાતે આગામી તા. ૨૧ મી ડીસેમ્બર– ૨૦૧૯ને શનિવારે ૧૧-૩૦ કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમ તબક્કામાં સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

(11:46 am IST)