સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

નેગો.ઇન્સ્ટ્રુમેન્ટ-૧૩૮ના સહારે વ્યાજખોરો નિર્દોષ લોકોને રંજાડે છે : વી.સી.ટીડાનો આક્ષેપ

વ્યાજચોરો ચેકનો ગેરઉપયોગ કરતા હોય નેગો.ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૫માં સુધારો જરૂરી

જૂનાગઢ તા.૬ : ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ સરકારી રાષ્ટ્રીયકૃત બેંકોના નાણાની સલામતીમાટે આ કાયદો અમલમાં આવેલ હતો પરંતુ આ કાયદાની કલમોનું અલગ અલગ અર્થઘટન કરીને સમાજના કેટલાક માથાભારે લોકો નબળા (જરૂરીયાત) વાળા લોકોને વ્યાજ પૈસા આપીને કોરા ચેક લઇ લેતા હોય છે.

વ્યાજવટાવનો ધંધો કરતી કેટલાક લોકો મજબૂરવશ લોકો પાસેથી કોરા ચેક લેવા ઉપરાંત નિર્દોષ લોકોના સ્ટેમ્પ પેપર ઉપર વ્યાજે આપેલી રકત કરતા વધુ કિમતના જમીન મકાન દુકાન કે ફલેટના સાટાખત પણ કરાવી લેતા હોય છે. આવા લખાણોને કારણે લોકોને મુળરકમ કરતા વ્યાજ વધુ ચુકવ્યુ હોવા છતા મુળ રકત એક સાથે ન ચુકવી શકતા તેના મકાન જમીનથી પણ આવા મજબૂરવશ લોકોને હાથ ધોવા પડે છે અને લોકો મકાન કે દુકાન વિહોણા થઇજાય છે.

જૂનાગઢમાં લોકો વ્યાજના વિશચક્રમાં ફસાઇને મોતને ભેટયાના અનેક કિસ્સાઓ બન્યા છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દર મહિનાના ચોથા શનિવારે જિલ્લા ફરીયાદ સેલના અધ્યક્ષસ્થાને યોજાતા લોકદરબારમાં આવી અસંખ્ય ફરીયાદો આવતી હોવાનુ કાર્યાલય ફરીયાદ સેલના અધ્યક્ષ વી.સી.ટીડાએ જણાવ્યુ છે.

આથી આ નેગોશીયેબલ એકટ ૧૩૮નો ૯ ટકા દૂરૂપયોગ થતો હોય આ કલમ ૧૩૮ રાષ્ટ્રીયકૃત બેંકો પુરતી સીમીત રાખવા એકટમાં જરૂરી સુધારા કરવા જરૂરી છે. જેથી આ કલમનો સહકારી બેંકો મંડળીઓ ફાઇનાન્સ કંપનીઓ કે વ્યાજ વટાવનો ધંધો કરનારા ગેરલાભ ન લઇ શકે તેમ અંતમાં જણાવેલ છે.

(11:45 am IST)