અબડાસાના મોટી વમોટી ગામે પાંચ લાખનો વિદેશી દારૂ પકડાયોઃ કાર સાથે બે આરોપી ઝબ્બે
ભુજ તા. ૬: પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ, ભુજ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયાની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ. આર. ગોંડલીયા તથા પો. સબ. ઇન્સ. એસ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમ્યાન વમોટી ગામના દબાણ વમોટી ચાર રસ્તા નલીયા નખત્રાણા હાઇવે પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ખાનાય ગામનો રાસુભા તગજી સોઢા તથા જીતીયો ઉર્ફે જીતુભા મંગળસિંહ સોઢા, રહે. બન્ને સોઢા કેમ્પ, ખાનાય, તા. અબડાસા વાળા તેમના મળતીયા માણસો સાથે ભેગા મળી મોટી વમોટી ગામની સીમમાં આવેલ પધ્ધર ડેમની બાજુમાં બાવળોની ઝાડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ઉપરોકત જગ્યાએ કટીંગ કરવાના છે. જેથી રેડ કરતા પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કિની ૭પ૦ એમ.એલ.ની કાચની સીલબંધ પેટી નંગ-૯૮, બોટલો નંગ-૧૧૭૬, કિ. રૂ. ૪,૧૧,રપ૦/- તથા મેકડોવલ્સ નંબર-૧, સુપીરીયર વ્હીસ્કિની ૭પ૦ એમ.એલ.ની પેટી નંગ-રર, બોટલો નંગ-ર૬૩, કિ. રૂ. ૯ર,૦પ૦/- તથા દારૂની હેરા ફેરી માટે ઉપયોગમાં લીધેલ ટાટા કંપની સફેદ કલરની ક્ષેનોનો ગાડી જેના રજી. નં. જીજે-૧ર-બીવી-૩૪૭૧, જેની કિ. રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર, કિ. રૂ. પ,પ૦૦/- મળી આવેલ.
એમ કુલ બોટલો નંગ-૧૪૪૦, કિ. રૂ. પ,૦૪,૦૦૦/- તથા ટાટા ક્ષેનોન કંપનીની ગાડી કિ. રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર, કિ. રૂ. પ,પ૦૦/- એમ કુલ્લે કિ. રૂ. ૮,૦૯,પ૦૦/- નો પ્રોહિ. મુદામાલ સાથે આરોપી નં. (૧) શીવુભા ગોવિંદજી જાડેજા, ઉ.વ. ૩૬, રહે. મુળ ગામ બરાયા, તા. મુંદરા, હાલ રહે. કેરા, તા. ભુજ તથા નં. (ર) કોજરાજસિંહ ઉમેદસિંહ રાઠોડ, ઉ.વ. ર૩, રહે. મુળ ગામ ખારા, તા. રામસર, જી. બાડમેર, (રાજસ્થાન), હાલરહે. ડુમરા, તા. અબડાસા, રેડ દરમ્યાન હાજર મળી આવી તથા આરોપી નં. (૩) રાસુભા તગજી સોઢા નં. (૪) જીતીયો ઉર્ફે જીતુભા મંગળસિંહ સોઢા, રહે. બંને સોઢા કેમ્પ, ખાનાય, તા. અબડાસા તથા નં. (પ) યુવરાજસિંહ જાડેજા રહે. ત્રગડી, તા. માંડવી વાળાઓ વિરૂધ્ધ નલીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિ. ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. (૭.૧પ)