ઉપલેટામાં પાંચ દિ' પહેલા પાંજરાપોળ રોડ ઉપરની ઇલેકટ્રીકની દુકાનમાંથી ચિટીંગ કરી ત્રણ હજાર પડાવી ગયેલ ચિટર પકડાયો
ઉપલેટા તા.૬: પાંચ છ દિવસ પહેલા અહિંના પાંજરાપોળ રોડ ઉપર આવેલ પાયલ ઇલેકટ્રીક નામની દુકાનમાં સવારે ૧૦ વાગ્યાના સુમારે વ્યઢળના વેશમાં આવી દુકાનદાર પરેશભાઇ એકલા હતા તે દરમ્યાન ચિટીંગ કરી રૂ.૩૦૦૦ ખાનામાંથી લઇ ગયેલ જેની જાણ પોલીસમાં કરેલ આજે સવારે દેશક વાગ્યે નટવર રોડ ઉપરથી પસાર થતો હતો તેને શંકાના આધારે ચિટીંગનો ભોગ બનેલ પરેશભાઇના મિત્રોએ રોકી તેને બોલાવી તેને જોતાજ ઓળખી બતાવેલ પોલીસને બોલાવી સોપી દીધેલ પોલીસ તેને સ્ટેશને લઇ ગયેલ તેની ઉપર તપાસ દરમ્યાન તાલુકાના શહિદ ખારચીયાનો ભુપત ચતુર મારડીયા નાથબાવા હોવાનું અને તે દારૂ પીધેલી હાલત માં હોય તેની સામે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે અને તપાસ દરમ્યાન આવા વધુ ગુન્હાઓ બહાર આવે તેવી શકયતા છે.
પી.આઇ.લગારીયાએ એક નિવેદનમાં આવા ચિટરોથી સાવચેત રહેવા અપીલ કરેલ છે.