સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th December 2019

લોઠડામાં ખરાબ ઇંડા કેમ આપ્યા કહી... ચતુરભાઇને પાઇપ ફટકારી પગમાં ફેકચર

બે અજાણ્યા શખ્સો સામે ગુનો

રાજકોટ તા.૬: લોઠડા પાસે પડવલા રોડ પર મીરા કાસ્ટીંગની બાજુમાં રહેતા દેવી પૂજક દંપતી પર બે અજાણ્યા શખ્સોએ પાઇપ વડે મારમારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લોઠડા ગામમાં રહેતા ચતુરભાઇ દાજીભાઇ સાડમીયા (ઉ.વ.૩૫) અને પત્ની મંજુબેન સાડમીયા (ઉ.વ.૩૫) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્યારે ૩૦ થી ૩૫ વર્ષના બે અજાણ્યા શખ્સોએ આવી 'કેમ ખરાબ ઇંડા આપેલ છે' કહી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. બાદ બંને શખ્સોએ ઉશ્કેરાઇને ચતુરભાઇને હાથે તથા પગમાં લોખંડના પાઇપ વડે મારમારતા પગમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી.

દેકારો બોલતા બંને શખ્સો ભાગી ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે ચતુરભાઇની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ, જી.એન.વાઘેલા તથા કલ્પેશભાઇએ તપાસ હાથ ધરી હતી.

(11:30 am IST)