કોટડાસાંગાણીની લૂંટ-ઘરફોડ ચોરીનાં ગુન્હામાં ૧૧ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
રાજકોટ, તા. ૬ : શ્રી તરફથી નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા અંગે ડ્રાયવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સુચના તથા માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા રહેતા નાસતા - ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે એક ટીમ બનાવેલ હોય જેમા એસ.ઓ.જી પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા પો.સ.ઇ શ્રી વાય.બી.રાણા તથા પો.હે.કો ભીમભાઇ ગંભીર તથા પો.હે.કો. વિરરાજભાઇ ધાધલ તથા પો.કો ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો કોન્સ મેરુભાઇ મકવાણા નાઓ દાહોદ જીલ્લાના ગરબાડા પો.સ્ટે વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે કોટડા સાંગાણી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૨૬/૨૦૦૭ આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ તથા કોટડા સાંગાણી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૨/૨૦૦૮ આઇ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭ વિ. મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મનુ હરિસિગ મડોડ જાતે ભીલ આદિવાસી ઉ.વ. ૩૨ રહે ગુલબર પાટીયા ફળીયુ તા.ગરબાડા જી. દાહોદ વાળા ને ગરબાડા ચોકડી થી પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી કોટડા સાગાણી પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપેલ છે.