સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

ભાજપમાં મનોમંથનઃ જનાદેશ કોંગ્રેસ તરફ હોય સત્તા માટે કવાયત કરવી કે કેમ?

કોંગ્રેસ અંદરો અંદર ઝઘડવામાં રહશે તો ભાજપ ચોક્કસ ફાયદો ઉઠાવી શકશે

તળાજા, તા.૬: તળાજા માર્કેટીંગ યાર્ડની રસાકસી ભર્યા ચૂંટણી જંગ બાદ કોંગ્રેસને જનાદેશ મળ્યો છે. પક્ષા પક્ષીના રાજકારણના બદલે જ્ઞાતિ લેવલનું રાજકારણ ખેલાયુ છે. એ પરિણામ બાદ સ્પષ્ટ થઈ ગયુ છે. ત્યારે હવે પ્રમુખના તાજ માટે કોંગ્રેસમાં ખેંચતાણ થાય તેવી વાતો વહેતી થઈ છે. તો ભાજપ પણ સત્તા સ્થાને બેસી શકે તેવા એંધાણ છે જ તેમ છતાંય ભાજપમાં મનોમંથન ચાલી રહયુ છે કે શું કરવુ જોઈએ.

તળાજા માર્કેટીંગયાર્ડના ખેડૂત વિભાગના મતદારોએ ભાજપને સ્પષ્ટ જાકારો આપી કોંગ્રેસ તરફી જનાદેશ આપ્યો છે. પક્ષીય રાજકારણ કરવાના બદલે જ્ઞાતિ લેવલનું અહીં રાજકારણ જોવા મળ્યુ. પાલીવાલ સમાજ એ રાજકીય પક્ષ કરતા સમાજ લેવલ એ એકતા દાખવી છે જેના કારણે ઉભેલા એક ને બાદ કરતાં તમામ ઉમેદવારો જીતી ગયા.

હવે પ્રમુખ અને ઉપ પ્રમુખના તાજ પહેરવા માટે ખેંચતાણ ઉભી કોંગ્રેસમાં થાય તેવી વાત ચર્ચાય રહી છે. કોંગ્રેસના જે બે પ્રબળ દાવેદારો માનવામાં આવે છે તેમા પણ વધારો થાય તેમ છે. આથી કોંગ્રેસ અંદરો અંદર ઝઘડવામાં રહશે તો ભાજપ ચોક્કસ તેનો ફાયદો ઉઠાવી શકે તેમ છે.

ભાજપ હજુ સત્તા થી દુર નથી તેમ કહી શકાય કારણ કે નગરપાલિકા ભાજપની છે અને આજ યાર્ડમાં પાલિકાના એક સભ્ય તરીકે રમાબેન ડાભીનું નામ મોકલવાની કવાયત હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી હતી. એ ઉપરાંત બે મતો ભાજપ ને સરકારી કર્મચારી ના મળે તેવી શકયતા નકારી શકાય નહીં. આથી બળાંબળ ના પારખા થાય તો ભાજપ એક વધુ મતે સત્તા હાંસલ કરી શકે ખરા.

બીજી તરફ ભાજપ નાજ એક આગેવાન સાથે થયેલ વાત માં યાર્ડ માં કોંગ્રેસ ને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે આથી ચૂંટાયેલ સભ્ય ઉપરાંત અન્ય મળતા ત્રણ મતોથી સત્તા કોંગ્રેસને મળવા છતાંય રાજયમાં ભાજપની સરકાર હોય આચકવી કે કેમ તે માટે આગેવનો નું મનોમંથન ચાલી રહ્યોં છે.

અનુભવીલોકો નું માનવું છે કે આવનારા ચૂંટણીના દિવસોમાં યાર્ડ માં જેની સત્તા હશે તે પક્ષ ને ફાયદો થશે કારણકે યાર્ડના સત્તાધીશ તરીકે વજન પડતો.હોય છે. એ ઉપરાંત અન્ય ફાયદાઓ પણ થતા હોય છે.

આમ લોકમત મેળવવા ના જંગ બાદ હવે સત્તા મેળવવાનો અઘરો ખેલ ખેલાશે તેમાં બેમત નથી.(૨૩.૬)

(12:41 pm IST)