સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

ભાવનગરમાં અંધ ઉદ્યોગ શાળામાં વિશ્વ વિકલાંગ દિવસની હર્ષભેર ઉજવણી

ભાવનગર, તા. પ : ત્રીજી ડિસેમ્બર એટલે 'વિશ્વ વિકલાંગ દિવસ'. વિકલાંગ લોકો પ્રત્યે સમાજની કલંકિત વિચારધારાને દૂર કરી તેને નાબૂદ કરવા અને વિવિધ સામાજિક પ્રોત્સાહનો દ્વારા તેઓ ઉચ્ચગુણવત્ત્।ાયુકત જીવન જીવી શકે તે માટે તેને પગભર બનાવવાનાં હેતુસર વર્ષ ૧૯૯૨ થી આખી દુનિયામાં પ્રતિવર્ષની ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરવામાં કરવામાં આવ્યું. ત્યારથી જ વિકલાંગોના અધિકારોને વાચા આપતા આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વભરમાં થઇ રહી છે. ભાવનગર ખાતે આ દિવસની ભવ્ય ઉજવણી કરવાના હેતુસર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સંસ્થા દ્વારા પ્રતિવર્ષ સંસ્થામાંથી શિક્ષણ મેળવી પ્રસ્થાપિત થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવતા શ્રી એન.ડી.નેતરવાલા પ્રતિભા એવોર્ડ-૨૦૧૮ શ્રી વાલજીભાઈ ભવાનભાઈ કંઝારિયા (મોરબી) ને એનાયત કરવામાં આવ્યો હતો. જયારે ઉપરોકત સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવતો ડો. કે.આર.દોશી કર્મયોગી એવોર્ડ-૨૦૧૮ શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ શ્રી જયસુખગીરી શાંતિગિરી ગૌસ્વામીને એનાયત કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શન અંગે પ્રતિભાવ વ્યકત કરનાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા ૧૧ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પોતાના સમગ્ર જીવન પર લખેલ પુસ્તક જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા પુસ્તકના પ્રેરક પ્રસંગો આધારિત મૌલિક વિચારો લેખિતમાં વ્યકત કરવા અંગેની રાજયકક્ષાની રાજય પારિતોષિક સ્પર્ધાને ઙ્ગખુલ્લી મુકતા સ્પર્ધા વિશે વિશેષ માહિતી આપી હતી.

સમગ્ર સ્પર્ધા ઉંમર પ્રમાણે ત્રણ કેટેગરીમાં યોજાવવાની છે. સ્પર્ધામાં દરેક સ્પર્ધકે પુસ્તકનો સાર અને જે તે કેટેગરીમાં દર્શાવેલ પ્રશ્નોત્ત્।રી મુજબ પુસ્તકના પ્રકરણ પર ૩૦૦ શબ્દોમાં રજૂઆત કરવાની છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન બે તબક્કામાં થયું છે. જેમાં પ્રથમ તબક્કા સ્પર્ધકોએ ઙ્ગપુસ્તકના વિવિધ પ્રકરણો પર પોતાના મૌલિક વિચારોની રજૂઆત વેબસાઈટ પર દર્શાવેલ સ્પર્ધાના નિયમો અનુસાર લેખિતમાં તા.૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં મોકલી આપવાના રહેશે. ત્યારબાદ બીજા તબક્કામાં પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ પ્રત્યેક સ્પર્ધકોને સમાલાપ માટે રૂબરૂ બોલાવી વિજેતાઓનું ડીકલેરેશન પસંદગી સમિતિ આપશે. જેમાં ત્રણેય કેટેગરીઓમાં પ્રથમ વિજેતાને રૂ. ૨૧,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/- અને તૃતિય વિજેતાને રૂ. ૧૧,૦૦૦/- જેવી મોટી ઇનામી રાશી ટ્રોફી સાથે આપવામાં આવશે. શ્રીસોનાણીએ આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં શાળા-કાઙ્ખલેજનાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને પોતપોતાના વિભાગમાં ભાગ લઇ વિકલાંગોનાં સેવાયજ્ઞમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાનાં પ્રમુખશ્રી શશીભાઇ વાધરે પ્રેરક વકતવ્ય આપ્યું હતું તેમજ મહેમાન તરીકે ઙ્ગશ્રી પરાગ ઓઝા (બ્રાંચ મેનેજર, એકસીસ બેંક, વાદ્યાવાડી બ્રાંચ, ભાવનગર) અને શ્રી મહેશ ગુપ્તા (મેનેજર-ઓ.એલ., એસ.બી.આઈ. નિલમબાગ બ્રાંચ, ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. ઙ્ગકાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત અંધ શાળાના માનદ્ મંત્રીશ્રી મહેશભાઈ પાઠકે અને આભારવિધિ ટ્રસ્ટીશ્રી કનુભાઈ પટેલે કરી હતી  કાર્યક્રમનું સંચાલન વિશિષ્ટ શિક્ષકશ્રી જયેશભાઈ ધંધુકિયાએ કર્યું હતું.(૯.૧)

(12:38 pm IST)