સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

મેંદરડા ગામમાંથી પસાર થતા રસ્તાનુ ડામર કામ શરૂ નહી કરાય તો આંદોલનની ચિમકી

મેંદરડા તા.૬ : ગામમાંથી પસાર થતો સાસણ વેરાવળ વાળો રસ્તો તદન બિસ્માર હાલતમાં હોય આ અંગે ગ્રામવાસીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતા આ રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં લાગણી ફેલાઇ છે. મેંદરડા બસ સ્ટેશનથી માંડી  પટેલ સમાજની વાડી સુધી મેઇન બજાર હોય અહીથી આ રસ્તા પસાર થતો હોવાથી અને રસ્તા ઉપર કાકરી નાખી હોવાથી રસ્તા ઉપર પસાર થતા વાહનોની અવરજવરથી ધુળની ડમરીઓ ઉડે છે. આ રસ્તા પર દુકાન ધરાવતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તો મંજુર કરાયાની તમામ કામગીરી પુર્ણ થઇ ગઇ છે. દિવાળી પછી કામગીરી શરૂ કરવાની જીલ્લા રસ્તાવાળાઓ દ્વારા ખાત્રી અપાઇ હતી. છતા આજ દિવસ સુધી શરૂ કરાઇ નથી. જેથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા ૫૦૦ જેટલા લોકોની સહી લઇ જીલ્લા સતાવાળાઓ સમક્ષ આ અંગે રજૂઆત કરાઇ છે અને તા. ૧૩ સુધીમાં આ કામગીરી શરૂ નહી કરાય તો રસ્તા રોકો તથા ગામ બંધની ચીમકી અપાઇ છે.(૪૫.૪)

(12:35 pm IST)