સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

પશ્ચિમ કચ્છ પોલિસની સજ્જતાને આઇ.જી.એ ચકાસીઃ ૧૭ જાંબાઝ કર્મચારી અધિકારીને સન્માનપત્ર

ભૂજ, તા.૬: કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રજાના પ્રશ્ર્નો પોલિસ પ્રત્યેની તેમની અપેક્ષા અને માંગણીઓને જાણ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગનુ વાર્ષીક ઇન્સપેકશન બોર્ડર રેન્જ આઇ.જી ડી.બી વાઘેલાએ કર્યુ હતુ. તાજેતરમાજ આઇ.જી વાઘેલા દ્વારા પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં લોક દરબાર સાથે બોર્ડર વિસ્તારની કચ્છની સુરક્ષા વધારવા સહિતના મુદ્દે મહત્વની જાહેરાત કરાઇ હતી ત્યારે  પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગનુ વાર્ષીક ઇન્સપેકસન પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયુ હતુ. જેમાં જવાનોની સજ્જતા પોલિસના ગંધપારખુ સ્વાનના વિવિધ કરતબો સાથે યોજાયેલી વિવિધ મોકડ્રીલમા પોલિસ કેટલી સજ્જ છે. તેનુ નિર્દેશન કરાયુ હતુ. જેમાં પરેડ પોલિસ સ્વાન અને અશ્રના વિવિધ કરતબો સહિતનુ નિર્દેશન કરાયુ હતુ. અને પોલિસની સક્રિયતા અંગે આઇ.જી નિર્દેશન કરી વખાણવા સાથે કેટલાક સુચનો કર્યા હતા.

પશ્ચિમ કચ્છમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન મિલ્કત સંદર્ભી અને ચર્ચાસ્પદ અનેક કિસ્સાઓ બન્યા હતા જેને પોલિસે લાંબી મહેનત બાદ ઉકેલ્યા હતા. ત્યારે આવા અનેક ચર્ચાસ્પદ ગુન્હાઓમા મહત્વની કડી શોધનાર પોલિસ અધિકારી કર્મચારીઓને સન્માન મળ્યુ હતુ. તો ટ્રાફીક સહિતની વિવિધ બ્રાન્ચમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓનુ પણ સન્માન કરાયુ હતુ.

સન્માનપત્ર મેળવનાર અધિકારી-કર્મચારી (૧) જે.એન.પંચાલ નાયબ પોલિસ અધિક્ષક ભુજ વિભાગ (૨) બી.આર.ડાંગર પોલિસ ઇન્સપેકટર એલ.આઇ.બી (૩) એમ.બી.ઔસુરા ઇન્ચાર્જ પોલિસ ઇન્સ્પેકટર એલ.સી.બી (૪) પી.કે.ગઢવી ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેકટર ગઢશીસા (૫) એન.સી.ચુડાસમા ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેકટર,લ્બ્ઞ્ (૬) એસ.જે.રાણા પોલિસ સબ ઇન્સપેકટર પધ્ધર પોલિસ (૭) એચ.એસ.તિવારી પોલિસ સબ ઇન્સપેકટર એલ,સી.બી (૮) વાય.પી.જાડેજા પોલિસ સબ ઇન્સપેકટર દયાપર પોલિસ(૯) સંજયપુરી નારાણપુરી ગોસ્વામી એ.એસ.આઇ માંડવી (૧૦) વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ એલ.સી.બી (૧૧) સામતભાઇ આણદાભાઇ પટેલ હેડ કોન્સ્ટેબલ એલ.સી.બી (૧૨) મદનસિંહ લાલુભા જાડેજા હેડ કોન્સ્ટેબલ (૧૩) ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ એ ડીવીઝન(૧૪) પરેશ શોમાભાઇ પરમાર હેડ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર વિભાગ (૧૫) ભાવીક મનહરલાલ બારોટ કોન્સ્ટેબલ નખત્રાણા(૧૬) સુમિત્રાબેન ભચુભાઇ સોંલકી વુમન કોન્સ્ટેબલ ટ્રાફીક શાખા(૧૭) મંજુલાબેન દેવજીભાઇ ચૌહાણ પોલિસ કોન્સ્ટેબલ સીટી ટ્રાફીક

આમતો પશ્ચિમ કચ્છ પોલિસ મોટામા મોટા ભેદ ઉકેલવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સજ્જ છે. પરંતુ સારીરીક સજ્જતા સાથે પોલિસના વિવિધ વિભાગો કેટલા સજ્જ છે. તેનુ નિર્દેશન અને નિરીક્ષણ આજે બોર્ડર રેન્જના આઇ.જીએ કર્યુ હતુ. અને સાથે પોલિસને વધુ મજબુત કરવાના સોનેરી સુચનો સાથે સારી કામગીરી કરનાર પોલિસ અધિકારી-કર્મચારીનુ સન્માન પણ જેથી આવનારા સમયમાં વધુ જુસ્સા સાથે પોલિસ પ્રજાના રક્ષણ માટે સજ્જ રહે.

(12:29 pm IST)