સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

કચ્છ જિલ્લાના પ્રવાસે જતા રાજયમંત્રી વાસણભાઇ

ભુજ, તા.૬: રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા.૬/૧૨ થી ૯/૧૨ સુધીના ૪ દિવસીય કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૬ઠ્ઠીએ સવારે ૧૦.૩૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય, મામલતદાર કચેરી સામે, મસ્કા મુકામે ડો.બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિતે કુમાર છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તા.૭મીએ સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયત કચેરી પાછળ, અંજાર ખાતે સંકલિત બાળ રોગના અધિકારીની કચેરીના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. તા.૮મીએ સવારે ૯ કલાકે એરપોર્ટ, કંડલા ખાતે કેન્દ્રિય મંત્રીશ્રી નિતિનભાઇ ગડકરી સાથે પ્રવાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાદ સાંજે ૧૭.૩૦ કલાકે કે.જી.માણેક હાઈસ્કૂલ, અંજાર મુકામે હાઈસ્કૂલના વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

તા.૯મીએ સવારે ૧૦ કલાકે તાલુકા ખરીદ સંઘ, અંજાર મધ્યે તાલુકા ખરીદ વેચાણ સંદ્યના નવનિર્મિત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાદ ૧૧ કલાકે ટાઉનહોલ, અંજાર ખાતે અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજના સ્નેહમિલનમાં હાજરી આપશે. બાદ ૧૧.૩૦ કલાકે ગુલાબ મીલ, ગોકુલનગરની બાજુમાં, સતાપર રોડ, અંજાર ખાતે સમસ્ત કચ્છી પરજીયા રાજગોર બ્રહમસમાજના સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૩ કલાકે લીલશા કુટિયા, આદિપુર મુકામે શ્રી શાંતીજીન જૈન ગૃપ આયોજિત સમૂહલગ્નોત્સવમાં હાજરી આપશે અને ૧૮.૩૦ કલાકે યક્ષ મંદિર, માધાપર તા.ભુજ ખાતે સમન્વય બેઠકમાં ઉપસ્થિત રહેશે. પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન રાત્રિરોકાણ તેમના નિવાસસ્થાન રતનાલ ખાતે કરશે.

જિલ્લા તિજોરી કચેરી, ભુજ ખાતેથી પેન્શન મેળવાતા પેન્શનરોએ વર્ષ ૨૦૧૮-૧૯માં પેન્શનની આવક (૧) સામાન્ય કરદાતા પેન્શનરનાં કિસ્સામાં રૂ.૨,૫૦,૦૦૦/- થી વધુ થતી હોય, ૬૦ થી ૮૦ વર્ષના પેન્શનરોનાં કિસ્સામાં રૂ.૩,૦૦,૦૦૦/- થી વધતી હોય તેવા પેન્શનરોએ વર્ષ ૨૦૧૮-૧૯નું આવકવેરા ગણતરી પત્રક, રોકાણોની વિગતો ભરી રોકાણો કર્યા અંગેના પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ, પાનકાર્ડની સ્વપ્રમાણિત નકલ, ગત વર્ષનું આવકવેરા રીટર્નની નકલ સાથે જિલ્લા તિજોરી કચેરી, ભુજની પેન્શન શાખામાં આગામી તા.૩૧મી ડિસે-૨૦૧૮ સુધીમાં રજુ કરવા તમામ પેન્શનરોને જણાવાયું છે. અન્યથા નિયમ મુજબ કપાત કરવામાં આવશે તેવું એમ.એન.બાદી, જિલ્લા તિજોરી અધિકારી, ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.(૨૨.૨)

 

(12:28 pm IST)