સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th December 2018

માળીયા મિંયાણામાં નજીવી બાબતે રફીકને ૩ શખ્સોએ માર માર્યો

મોરબી, તા. ૬: માળીયા મિંયાણામાં નજીવી બાબતે યુવાનને ત્રણ શખ્સોએ માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.  મળતી વિગતો મુજબ માળિયાના રહેવાસી યુવાન રફીક ગેલમામદ મિયાણાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી અલ્લારખા સંધાણી, સોકતઅલી અયુબ અને મંગો કરીમ મોવર એ ત્રણ આરોપીઓએ ફરીયાદી યુવાનને મચ્છી મારવા આવવું નહીં ડીઝલ ચોરી કરવી નહિ કહીને મારમારી ઇજા પહોંચાડી છે. પોલીસ મારમારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(12:11 pm IST)