સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th November 2020

ભાવનગરમાં કોરોનાને ફેલાતો અટકાવવા લોકોમાં જનજાગૃતિ અભિયાન યોજાયું

(વિપુલ હિરાણી)ભાવનગર તા.૬ : ભાવનગરમાંCSIR- સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમીકલ રીસર્ચ ઈનસ્ટીટ્યુટ દ્વારા કોરોનાની જનજાગૃતિ અને તેના બચાવ માટેના પગલા પર તથા સંસ્થાનું કોરોનાની સામેની લડાઈમાં સંશોધનો થકી થતા સતત પ્રયાસો પર પ્રેસ કોન્ફરસ યોજવામાં આવી હતી. જેમાં સંસ્થાના નિર્દેશક ડો. કનન શ્રીનીવાસન, સિનિયર મોસ્ટ સાયંટિસ્ટ ડાઙ્ખ. બીશ્વજીત ગાંગુલી, ડો. ભૂમિ અંધારિયા, સિનિયર સાયંટિસ્ટ, ડો. અંકુર ગોયલ, સંસ્થાના વરિષ્ઠ પ્રધાન વૈજ્ઞાનિક એવં પીઆરઓ હાજર રહ્યા હતા.

'કોરોનાની જનજાગૃતિ અભિયાન'માં, CSIR-CSMCRI નું યોગદાન સંસ્થાના નિદેશક ડો. કાનન શ્રીનિવાસને જણાવ્યું કે (CSIR) ને લેબોરેટરી સંસ્થાઓ કોરોનાની દવા અને વેકસિન બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે. અમુક દવા અને વેકસિનનું ટેસ્ટીંગ  પણ ચાલી રહ્યુ છે. પરતું જયાં સુધી કોઈ સચોટ દવા ન મળે ત્યાં સુધી Covid-૧૯ ના નિયમોનું પાલન કરતાં રહેલું એ આપણાં હાથમાં છે. એમણે જણાવવું કે ઘ્લ્ત્ય્- ઘ્લ્પ્ઘ્ય્ત્ પણ કોરોના ની લડતમાં પોતાના સંશોધનથી પોતાનું યોગદાન આપી રહી છે. ઘ્લ્પ્ઘ્ય્ત્ એ પાણી ના શુધ્ધિકરણ માટે વપરાતી મેમ્બ્રેન નો ઉપયોગ કરીને ફ ૯૫ કક્ષાના માસ્કનું સંશોધન કરેલ છે જેના ફીડબેક  માટે અત્યાર સુધીમાં ૩૦૦૦૦ જેટલા માસ્ક અલગ અલગ સંસ્થાઓ જેવી કે સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ભાવનગર ના પ્રાઇવેટ ડોકટર્સ, સફાઈ કર્મચારીઓ, સોલીડ વેસ્ટ ડિપાર્ટમેંટ, જિલ્લા પંચાયતમાં વહેંચ્યા છે. CSMCRI એ ૩D પ્રિંટિંગ દ્વારા ૩ઝ્ર શિલ્ડ પણ બનાવ્યા છે અને મેડિકલ અને સિવિલ હોસ્પીટલમાં કોરોના વોરિયર્સને આપેલા છે. આ ઉપરાંત, સેનિટાઇઝરનું પણ સંશોધન કરેલ છે. આ રીતે CSMCRI કોરોનાની આ લડતમાં સતત પ્રયાસો કરી રહી છે.

સંસ્થાના સાયંટિસ્ટ ડો. બીશ્વજીત ગાંગુલી એ જણાવ્યુ હતું કે કોરોનાને ફેલાતું અટકાવવા માટે દિવાળી અને બેસતા વર્ષના દિવસોમાં ખાસ માસ્ક પહેરીને જ બહાર નીકળવું જેથી કરીને કોરોનાનું સંક્રમણ અટકે. તથા વારંવાર સાબુથી / સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવા જોઈએ.

ડો. ભૂમિ અંધારિયા એ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં બધાને ઘરે જઈને મળવાને બદલે આપણે ઇલેકટ્રીક મીડીયાનો સહારો લઈને વીડીયો કોલીંગ થી વાત કરીએ જેથી કરીને આપણે તહેવારની મજા પણ માણી શકીએ અને કોરોનાને ફેલાતા પણ અટકાવી શકીએ. તહેવારનાં દિવસોમાં જરૂર વગર ઘરથી બહાર જવાનું ટાળીએ. જો કોઈપણ કારણો સર જવું પડે તો કોવિડ– ૧૯ ની guideline ­માણે Social distancing રાખવું and Mask પહેરીને જ બહાર નીકળવું વગેરેનું ચૂસ્તપણે પાલન કરીએ. 

(11:38 am IST)