સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th November 2020

ભાવનગરમાં મહારાષ્ટ્ર સરકારની નીતિઓ વિરૂધ્ધ એ.બી.વી.પી. દ્વારા વિરોધ પ્રદર્શન

 (વિપુલ હિરાણી) ભાવનગરઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પ્રેરિત સરકાર દ્વારા છેલ્લા દ્યણા સમયથી હિન્દૂ વિરોધી વાતાવરણ સર્જી મહારાષ્ટ્રમાં એક પછી એક સુવ્યવસ્થિત લોકતંત્રની હત્યાઓ જેમાં પાલદ્યર ખાતે સાધુઓ ની હત્યા, અભિનેતાના મૃત્યુ સામે સરકાર અને પોલીસ સામે અવાજ ઉઠાવનાર કંગના રાણાવત પરનો દમનકારી અત્યાચાર, દેશના પૂર્વ સૈનિકો પર ગુંડાઓના હુમલા, અને છેલ્લે દેશની લોકશાહીનો ચોથો આધાર સ્થંભ એવા મીડિયાના પત્રકારો પર ગુજારવામાં આવેલ અમાનુષી અત્યાચાર ના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.) દ્વારા આજે સાંજે ૪/૩૦ કલાકે યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે જનજાગૃતિ માટે વિરોધ પ્રદર્શન અને સુત્રોચાર યોજાયા હતા.જેમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાષ્ટ્ર સરકાર સામે રોષ પ્રગટ કરી દેશની લોકશાહી ધ્વસ્ત કરવાના કોંગ્રેસ અને તેની મળતીયા સરકારો દ્વારા પ્રયાસ કરી દેશના નાગરિકો અને સરકાર સામે અવાજ ઉઠાવનાર લોકોને યેનકેન પ્રકારે પરેશાન કરી વિરોધને દાબી દેવાની દમનકારી નીતી ના વિરોધમાં આજે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને સુત્રોચાર કરી દેશમાં આમ નાગરિકો ના આવજને દબાવી કોંગ્રેસ અને તેના મળતીયાઓ દ્વારા કરવામાં આવતા ત્રાસ અને જુલમ સામે અવાજ ઉઠાવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી અને મહારાષ્ટ્ર સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર.

(11:34 am IST)