સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th November 2020

મીઠાપુર સુન્ની મુસ્લિમ સમાજની પ્રથમ યુવતિ દંત ચિકિત્સક બની ઓખા મંડળનું ગૌરવ વધાર્યુ

ઓખા : મંડળ દેવભૂમિ દ્વારકા સુન્ની મુસ્લીમ સમાજના અગ્રણીય હુસેનભાઇ શેખની દિકરી બેનઝીર ઓખા વિદ્યાજયોતિ શાળા તથા મીઠાપુર હાઇસ્કુલમાં અભ્યાસ કરી જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી બીડીએસ બેચલર ડેન્ટલ સર્જનની ડીગ્રી મેળવી શેખ પરિવાર તેમજ મુસ્લીમ સમાજ સાથે ઓખા મંડળનું ગૌરવ વધારયું છે. મુસ્લીમ સમાજની પહેલી ડોકટર દિકરીએ શિક્ષણ ક્ષેત્રે અનોખી સીધ્ધી મેળવી છે. ૮ બહેનોના પરિવારની આ દિકરીને ઓખા મંડળના દરેક સમાજે બીરદાવી હતી. ડો. બેનાઝીરે પોતાની આ સિધ્ધીને પોતાના માતા-પિતાના આશિર્વાદ ગણાવ્યા હતાં. આ પ્રસંગે ઓખા મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા તથા કમીટી સભ્યો દ્વારા સન્માન પત્ર આપી સન્માનીત કર્યા હતાં. ઓખાના અગ્રણીઓ મોહનભાઇ બારાઇ, ડો. અનવર જેઠવા, પ્રેસ પ્રતિનીધી જુનશભાઇ થૈમ, લલીતભાઇ સીંગડીયાએ તેમનું શુભેચ્છા સન્માન કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચાંદનીબેન કોટેચા, પ્રીતીબેન ચાવડા સાથે મીનાબેન ધોકાઇ, દેવીલાબેન દવે વગેરે તમામ મહિલા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(11:33 am IST)