સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th November 2020

ઠંડી પાછી ઘટીઃ નલીયા ૧૭.૪ ડીગ્રી

રાજકોટ ૧૮.પ, સુરેન્દ્રનગર ૧૯.૯ ડીગ્રી લઘુતમ તાપમાનઃ બેવડી ઋતુ યથાવત

રાજકોટ તા. ૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડાનો અનુભવ થયો છે.

 

આજે સવારે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાનનો પારો નીચે આવવાના બદલે ઉંચો આવ્યો હતો. અને લઘુતમ તાપમાન ૧૭.૪ ડીગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટ ૧૮.પ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૯.૯ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાય છે જેના કારણે ગરમ કપડા ઓઢવા પડે છે.

જો કે સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહતમ તાપમાનમાં વધારો થતા ઉનાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે.

રાજકોટમાં છેલ્લા ૩ દિવસથી ન્યુનતમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ રહ્યું છે જો કે ગઇકાલે તેમાં વધારો થઇને ૧૯ ડિગ્રી સેલ્શિયસે પહોંચ્યું છે. બીજી તરફ મહત્તમ તાપમાન જે ૩૬ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેતું હતું તે ઘટીને ૩પ.૪ ડિગ્રી સેલ્શિયસ થયું છે. શિયાળો હવે ધીરે ધીરે જામી રહ્યો છે અને તેને કારણે ન્યુનતમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે. ન્યુનતમ તાપમાન ૧૯ થી ૧૭ ની વચ્ચે જ છે પણ હજુ મહત્તમ તાપમાન ૩પ ડિગ્રી સેલ્શિયસ કરતા વધુ છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઇ રહી છે તેથી એકાદ બે સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં મિશ્ર ઋતુથી લોકો પરેશાન થઇ ગયા છે.

જુનાગઢ સહિતના વિસ્તારોમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે સવારે ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ બપોરનું મહતમ તાપમાન ૩પ ડિગ્રી રહેતું હોવાથી સવારનાં ગુલાબી ઠંડી અને બપોરનાં ગરમીનો અનુભવ થાય છે.

આમ મિશ્ર ઋતુને લઇ લોકોમાં શરદી, સળેખમ, તાવ સહિતની બિમારીનો વધારો થયો છે.આજે સવારે જુનાગઢમાં ૧૮.૧ લઘુતમ તાપમાનની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિ.મી.ની રહેલ.

કયાં કેટલી ઠંડી

    શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૮ ડીગ્રી

ડીસા

૧૭.૫ ડીગ્રી

વડોદરા

૧૮.૦ ડીગ્રી

સુરત

૨૦.૮ ડીગ્રી

રાજકોટ

૧૮.૫ ડીગ્રી

કેશોદ

૧૮.૬ ડીગ્રી

ભાવનગર

૨૦.ર ડીગ્રી

પોરબંદર

૧૮.૯ ડીગ્રી

જુનાગઢ

૧૮.૧ ડીગ્રી

વેરાવળ

રર.૧ ડીગ્રી

દ્વારકા

ર૩.૦ ડીગ્રી

ઓખા

રર.૯ ડીગ્રી

ભુજ

ર૧.૩ ડીગ્રી

નલીયા

૧૭.૩ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૯.ર ડીગ્રી

ન્યુ કંડલા

૧૯.૯ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૮.૭ ડીગ્રી

અમરેલી

૧૭.પ ડીગ્રી

ગાંધીનગર

૧પ.૦ ડીગ્રી

મહુવા

૧૮.૧ ડીગ્રી

દિવ

૧૯.૬ ડીગ્રી

વલસાડ

૧પ.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૯.૪ ડીગ્રી

(11:33 am IST)