સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 6th November 2020

કચ્છના કંડલા બંદરે જહાજમાં આગ લાગતાં બે વિદેશી ક્રુ મેમ્બર દાઝયા

(ભુજ) કંડલા બંદરે લાંગરેલ એમ.વી. અમીરા મરીયમ નામના વિદેશી જહાજમાં લાગેલી આગથી બે વિદેશી ક્રુ મેમ્બર દાઝયા હતા. હોસ્પિટલમાં દાખલ બંને ક્રુ મેમ્બર દ્વારા આ અંગે કંડલા પોલીસને નોધાવાયેલ ફરિયાદ મુજબ જહાજમાં વેલ્ડીંગનું કામ ચાલતું હતું ત્યારે વેલ્ડીંગ કરી રહેલ મોહમ્મદ અહેમદ સાનિલ (ઉ.૨૦) એકાએક દાઝી જતાં તેણે બુમાબુમ કરી હતી. તે સાંભળીને મદદે દોડી આવેલ કમકાન સમીદ (ઉ.૨૨) પણ દાઝી ગયો હતો. બંને ક્રુ મેમ્બરને ગાંધીધામ હોસ્પીટલમાં ખસેડાયા છે. બંને સીરીયાના વતની છે. કંડલા પીએસઆઈ એમ.બી. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(9:42 am IST)