News of Wednesday, 6th November 2019
વલ્લભીપુર પાસે ટ્રક હડફેટે ૬૫ વર્ષના મોપેડ ચાલક પોપટભાઈ સતવારાનું મોત
ભાવનગર, તા. ૬ :. ભાવનગરના વલ્લભીપુર નજીક પૂરઝડપે જઈ રહેલા ટ્રક નં. જીજે ૧૮ એ ઝેડ ૯૩૦૮ની હડફેટે અડી જતા મોપેટ ઉપર જઈ રહેલા પાણવી ગામના પોપટભાઈ ઉર્ફે ભીમજીભાઈ ઠાકરશીભાઈ સતવારા (ઉ.વ. ૬૫)નું ગંભીર ઈજા થતા કરૂણ મોત નિપજ્યુ છે. મૃતક પી.ડબલ્યુ.ડી.ના નિવૃત કર્મચારી છે. બનાવની જાણ થતા વલ્લભીપુર પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
(1:21 pm IST)