સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th November 2019

'મહા' વાવાઝોડાની વારંવાર બદલાતી દિશાઃ પોરબંદર ટકરાય તેવી સંભાવના

પોરબંદરથી પશ્ચિમ-દક્ષીણે ૬૪૦ કીમી દુર અને દીવ તરફ ફંટાતું 'મહા'વાવાઝોડુ : વાવાઝોડાની ઝડપ વધીને ૧૨૦-૧૩૦ કીમી થાય તેવી શકયતાઃ બંદર કાંઠે ૧૦ દિ'થી ર નંબરનું સિગ્નલ

પોરબંદર તા.૬: આજે સવારે ''મહા'' વાવાઝોડુ પોરબંદરથી ૬૪૦ કીમી દુર પશ્ચિમ અને દક્ષીણ દિશાથી દીવ તરફ ફંટાય રહ્યાનું તેમજ ''મહા'' વાવાઝોડાની દિશા વારંવાર બદલાતી હોય અને પોરબંદર ટકરાય તેવી સંભાવના વધી છે તેમ ડીઝાસ્ટાર મેનેજમેન્ટ પોર્ટકંટ્રોલ અને હવામાન કચેરીથી જણાવેલ છે

વાવાઝોડાની ઝડપ ગઇકાલ કરતાં ઘટી છે પરંતુ આજે ઝડપ ૧૨૦ થી ૧૩૦ કીમી થાય તેવી શકયતા છે વાવાઝોડાની અસરથી પોરબંદર જિલ્લામાં પવન સાથે આગાહી છે.

''મહા''વાવાઝોડા સામે તંત્ર સજજ થયેલ છે. એનડીઆરએફની ૨૬ જવાનો સાથેની ટુંકડી પોરબંદર કાંઠે ખડે પગે છે દરિયાકાંઠે સવારે ર ફુટ મોંજા ઉછળી રહ્યાં છે.

ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૩ સે.ગ્રે.લઘુતમ ઉષ્ણાતામાન ૨૨ સે.ગ્રે.ભેજ ૭૩ ટકા અને પવનની ગતિ ૪ કીમી (સવારે) રહી છે.

(8:25 pm IST)