સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th November 2019

વિદ્યાર્થી ભાઇ-બહેન નીલ અને વૃતિકાના વોટર સેવીંગ પ્રોજેકટની નોંધ લેતી જાપાનની યુનિવર્સિટી

પોરબંદર તા.૬: જાપાનની મીયા ઝાક યુનિવર્સિટીના હેડ પ્રોફેસર ડો.હરીશ મધ્‍યસ્‍થા તથા ટીમની આત્‍મીય કોલેજની મુલાકાત દરમિયાન વિદ્યાર્થી ભાઇ બહેન નીલ અને વૃતિકા ડી. રાજાણીએ બન્નેએ રજૂ કરેલ. વોટર સેવિંગ પ્રોજેકટ નિહાળીને અભિવાદન કર્યું હતું.

જાપાનના પ્રોફેસર તથા ટીમે બન્નેએ વિદ્યાર્થી ાઇ બહેનોની પ્રશંસા કરી હતી અને પ્રોજેકટની કોપીનો અભ્‍યાસ કરવા જાપાન લઇ ગયેલ છે.

(10:40 am IST)