સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th November 2018

રવિપાક માટે નર્મદા કેનાલમાં સમયસર પાણી છોડવા રજુઆત

વઢવાણ તા. ૬ : દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીને એકપત્ર પાઠવી રવિપાક માટે નર્મદા કેનાલોમાં સમયસર સિંચાઇનું પાણી આપવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે દસાડા-પાટડી, લખતર તથા લીંબડીને સરકારશ્રી દ્વારા અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે.પાટડી-દસાડા, લખતર તથા લીંબડી તાલુકાના નળ કાંઠાના ગામોમાં પીવાના પાણીની તેમજ સિંચાઇના પાણીના વિકટ સમસ્યાનું નિર્માણ થયેલ છે. જેના કારણે આ વિસ્તારમાં પશુધન માટે ઘાસચારાની ખુબ મોટી સમસ્યા ઉદ્દભવી છે. વરિષ્ઠ કર્મચારીઓ સાથે થયેલ વાતચીત અનુસાર રવિપાક માટે સિંચાઇનું પાણી તા.૧૬/૧૧/ર૦૧૮ થી ચાલુ કરવામાં આવનાર છે. સદર બાબતે જણાવવાનું કે રવિપાકની વાવણીની ઋતુ સામાન્ય રીતે તા.૧ નવેમ્બરથી ૧૦ નવેમ્બર ગણાય છ.ે હવે જયારે ૧પ નવેમ્બરથી કેનાલમાં પાણી છોડવામાં આવે તો તે પાણી ખેડુતોને વાસ્તવિક સ્વરૂપે તા.ર૦ થી રપ નવેમ્બર સુધીમાં પ્રાપ્ત થાય અને આમ થવાથી રવિપાક સંપૂર્ણ પણે નિષ્ફળ જાય એક તરફ કુદરતનો કહેર અને બીજી તરફ જો સમયસર પાણી આપવામાં ન આવે તો તે સરકારી કહેર ગરીબ ખેડુતો સહન કરી શકાશે નહિ. આથી સદર બાબતે વિનતી કરવાની કે કેનાલોમાં તારીખ ૭ નવેમ્બરથી પાણી છોડવા યોગ્ય કરવા અંતમાં વિનંતી કરી છે.

(11:37 am IST)