News of Tuesday, 6th November 2018
ઓખા લોહાણા મહાજન દ્વારા દિવાળી નીમિતે મીઠાઇ અને ફરસાણ વિતરણ...
ઓખા મંડળ તેમજ બારાળી વિસ્તારમાં રહેતા રઘુવંશી સમાજના ગંગા સ્વરૂપ બહેનો અને ઓખા, આરંભડા, સુરજકરાડી, દ્વારકામાં જલારામ આવાસમાં રહેતા પરિવારોને દિવાળી નિમિતે મીઠાઇ અને ફરસાણ વિતરણ ઓખા મહાજનવાડી ખાતે રાખેલ જેમાં પ્રમુખ શ્રી મનસુખભાઇ બારાઇ, બટુકભાઇ થોભાણી, રમેશભાઇ સામાણી સાથે સર્વોદય મહિલા મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા ખાસ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે આવેલ મહીલાઓને દિવાળીની શુભકામના આપી હતી. અને દાતા શ્રી દ્વારકાધીશ ભકત, શ્રી દ્વારકાદાસ રાયચુરા, શ્રી મનસુખભાઇ બારાઇ, શ્રી ઇશ્વરભાઇ ઝાખરીયા, કનુભાઇ ગોરધનદાસ, અશ્વિનભાઇ ગોકાણીનો આભાર માન્યો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ભરત બારાઇ)
(11:26 am IST)