સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

જુનાગઢ જોષી પરાની જય આદ્યશકિત ગરબી મંડળની બાળાઓને આજે ઇનામ વિતરણ રાત્રે ભવ્‍ય લોકડાયરો

કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતી આ ગરબીનું નવનવ વર્ષથી સંચાલન કરતા મુસ્‍લીમ યુવાન સિકંદર હાલા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૬ :  જુનાગઢ જોષીપરાના આદિત્‍યનગર શોક માર્કેટ ચોકમાં જય આદ્યશકિત ગરબી મંડળની બાળાઓને આજે ઇનામ વિતરણ કરાશે તેમજ રાત્રે ભવ્‍ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે.

કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતી આ પ્રાચીન ગરીબનું નવનવ વર્ષથી મુસ્‍લીમ સમાજના યુવાન સિંકદરભાઇ હાલા સંચાલન કરી રહ્યા છે અને બાળાઓને લાખેણા ઇનામો પણ આપવામાં આવે છે.

આજ રાત્રે આ સ્‍થળે યોજનાર લોકડાયારામાં લોકસાહિત્‍યકાર શિવરાજભાઇ વાળા હાસ્‍ય કલાકાર વિજય રાવલ તેમજ દિપક વાઢેર જિજ્ઞેશ વાઢેર ઉમા ગઢવી આશા ગોસ્‍વામી સલીના ખાન સહિતના કલાકારો જમાવટ કરશે.

(2:14 pm IST)