સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

જામનગરના દરેડ પાસે કાર ચાલકે ૧૧ જણાને હડફેટે લેતા જેઠા ગઢવી સામે ગુન્‍હો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: દરેડ મુરલીધર પેટ્રોલ પંપની પાછળ ચારણવાસમાં રહેતા કુવરબેન રાણસુરભાઈ પાલરવભાઈ રવશી, ઉ.વ.પપ એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૧૦-ર૦રરના આરોપી સફેદ કલરની ફોરવ્‍હીલનો ચાલક જેઠા નાગશી ગઢવી એ પોતાના કબ્‍જાની સફેદ કલરની ફોરવ્‍હીલ કાર ફરીયાદી કુવરબેન અને સાહેદોની વચ્‍ચેથી ચલાવવાથી તેઓના મોત નિપજી શકે તેવી પોતાને પુરતી જાણકારી હોવા છતા પોતે પોતાની કાર બેફીકરાઈ અને ગફલતભરી રીતે પુરઝડપે તેઓ બધાની ઉપર ચલાવી તમામને હડફેટે લઈ ફરીયાદી કુવરબેન અને તેની સાથેની દિકરીઓ તથા દિકરા સહિત અગીયાર જણાને હડફેટે લઈ તેઓને શરીરે નાની મોટી છોલછાલની તથા ફેકચર ઈજાઓ કરી તથા ફરીયાદી કુવરબેનના ભત્રીજી આલી ઉર્ફે આલુ રામસુરભાઈ રવશી ચારણ, ઉ.વ.ર૦ વાળીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી કાર સાથે નાશી જઈ પોતાની કારે નાઘેડી તરફના રસ્‍તે પલ્‍ટી ખાઈ જતા આરોપી જેઠા નાગશી ગઢવી કાર મુકી ત્‍યાંથી નાશી જઈ ગુનો કરેલ છે.

એકી-બેકી નામનો જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, એસ.ટી.ડેપો રાજશકિત હોટલની બાજુમાં આરોપી આશીષભાઈ હસમુખભાઈ ફફલ, ભાવીનભાઈ જગદીશભાઈ પમનાણી એ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકી આંકડા બોલી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન કુલ રોકડા રૂ.ર,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. રાજેશભાઈ ડી.વેગડ એ ફરીાયદ નોંધાવી છે કે, તા.પ-૧૦-ર૦રરના મેઘવાર વાસ, નાગનાથ ચોકમાં આરોપી ઉમરભાઈ હાજીભાઈ ખફી, દેવરાજભાઈ રાજાભાઈ પરમાર એ ઘોડીપાસાના પાસા વડે રમત રમી પૈસાની હારજીત કરી જુગાર દરમ્‍યાન રોકડા રૂ.૧૦,પપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સાસરીયાઓએ પરણિતાને દુઃખ ત્રાસ આપ્‍યાની રાવ

અહીં સરદાર નગર શેરી નં.૬, હરિયા કોલેજ રોડ સાંઢીયા પુલ પાસે જામનગરમાં રહેતા પુનમબેન મિલનભાઈ સોલંકી, તે ડો/ઓ કાંતિભાઈ છગનભાઈ ગોંડલીયા, ઉ.વ.૩૦ એ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, લગ્ન જીવનના ત્રણ-ચાર દિવસ થી આજદિન સુધી આરોપી પતિ-મીલનભાઈ જનકભાઈ સોલંકી, સાસુ-જયોતિબેન જનકભાઈ સોલંકી, જેઠ કલ્‍પેશભાઈ જનકભાઈ સોલંકી, જેઠાણી-પુનમબેન કલ્‍પેશભાઈ સોલંકી, પતિના મીત્ર- ભાર્ગવભાઈ ત્રિવેદીએ ફરીયાદી પુનમબેનને તેના લગ્ન જીવન દરમ્‍યાન અવારનવાર નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી ગંદી ગાળો બોલી મારકુટ કરી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી તેમજ ફરીયાદી પુનમબેનને શારીરીક તથા માનસીક દુઃખત્રાસ આપી એકબીજાની મદદગારી ગુનો કરેલ છે.

ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. કે.ડી.કામરીયા અ ફરીયાદ નોધાવી છે કે, જોડીયાનાકા દરવાજા પાસે આરોપી કિશન શૈલેષભાઈ પીપરીયા એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલો નંગ-ર કિંમત ૧૦૦૦/- ની વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલની ડેકી માંથી રોકડની ઉઠાંતરી કરી જતો ગઠીયો

અહીં વસંતવાટીકા, રીઘ્‍ધી સિઘ્‍ધી એપાર્ટમેન્‍ટ, બ્‍લોક નં.ઈ-૩૦૩ માં રહેતા અનીલભાઈ લક્ષ્મણભાઈ હકાણી, ઉ.વ.૪ર એ સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અનીલભાઈના એપાર્ટમેન્‍ટના જાહેરમાં પાર્કિંગમાં પાર્ક કરેલ  એકસેસ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦ - સી.પી.-પ૩૪૧ ની ડેકીમાં રાખેલ એક રંગીન ડીઝાઈન વાળી કપડાની થેલીમાં રોકડા રૂ.ર,ર૭,૦૦૦/- ની કોઈ અજાણ્‍યો ઈસમે મોટરસાયકલની ડેકીમાં રાખેલ રોકડા રૂ.ર,ર૭,૦૦૦/- ની થેલી સાથે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સામુ જોવા બાબતે બઘડાટી બોલી

અહીં અંધાશ્રમ આવાસની સામે, હનુમાન ચોક શેરી નં.-ર, ગૌશાળા નિશાળની બાજુમાં આરોપી તેજલબા રણજીતસિંહ જાડેજા ઉ.વ.૧૮ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તેજલબાના ભાઈ દિવ્‍યરાજ મોટરસાયકલ લઈ અંધાશ્રમ આવાસ ચેમ્‍બર કોલોની બ્રિજ પાસે ગરબી જોવા ગયેલ હોય જયા આ કામના આરોપી વિજય યાદવ, અજીત એ ફરીયાદી તેજલબાના ભાઈને કહેલ કે કેમ સામુ જોવે છે તેમ કહી બોલાચાલી કરતા ફરીયાદી તેજલબા ના ભાઈ ઘરે આવતા આરોપીઓ વિજય યાદવ, અજીત તથા જીતુ એ ફરીયાદી તેજલબાના ઘરે આવી આરોપી વિજય યાદવ એ ફરીયાદી તેજલબાને માથામા લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તથા આરોપી અજીત એ ફરીયાદી તેજલબાને બંન્‍ને હાથમાં લાકડી વડે માર મારી મુંઢ ઈજા કરેલ તથા આરોપી જીતુ એ ફરીયાદી તેજલબાને પેટના ડાબા ભાગમાં લાત મારી મુંઢ ઈજા કરેલ તથા ફરીયાદી તેજલબાના પિતા છોડાવવા વચ્‍ચે પડતા આરોપીઓ હાથમાં મુંઢ ઈજાઓ કરી નાશી જઈ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,   રાંદલનગર, પી.એન.ટી કોલોનીના છેડે આરોપીઓ વિજયાબા બટુકસિંહ રાયજાદા, સજનાબા વિક્રમસિંહ સોઢા, દેવુબા ભયલુભા સોઢા, યશપાલસિંહ વનરાજસિંહ જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧ર૧૩૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:03 pm IST)