સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

ગોંડલની ૩૬૦ જુનિઅર્સ પ્લે હાઉસ ખાતે નવરાત્રી સેલિબ્રેશન

 ગોંડલ : ૩૬૦ જુનિઅર્સ પ્લે હાઉસ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે બાળકો અને પેરેન્ટ માટે વિવિધ કોમ્પિટીસીન રાખવામાં આવેલ. જેના પેરેન્ટ્સ માટે ગરબા સણગાર હરીફાઈ અને નાના નાના ભૂલકાઓ માટે ટ્રેડિશન ડ્રેસ કોમ્પીટીશન આયોજિત કરવામાં આવતા પેરેન્ટસ અને બાળકો એ ખુબજ હરખભેર કોમપિટીસનમાં ભાગ લીધો હતો. આયોજકો સ્કૂલ તરફથી બંને કોમ્પિટિસન માં શ્રેષ્ઠ દેખાવ અને ઉત્તમ સણગાર કરનાર પરેન્ટ્સ તેમજ બાળકો ને ઇનામ આપી પરોત્સાહિત કરવામાં આવેલ. નિર્ણાયક તરીકે કિરણબેન દવે અને હિતેશભાઈ દવે એ સેવાઓ આપી હતી. પ્રિસ્કૂલ ના સંચાલક પ્રતિકભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ  શિક્ષક ગણ  દ્વારા નવરાત્રીના મહોત્સવ દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા. પેરેંટ્સ અને બાળકો ખુબ જ ઉત્સાહિત થઇ સ્પર્ધાનો ભવ્ય અને દિવ્ય બનાવી હતી.(તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(2:57 pm IST)