સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

જૂનાગઢમાં લખલાણી (બ્રહ્મભટ્ટ) પરિવારના કુળદેવી ગેલ-અંબે માતાજીના નૈવેદ સંપન્ન

જ્ઞાતિના સેવાભાવી-દાતાઓનું શાલ ઓઢાડીને કરાયું સન્માન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૬: માના નવલા નવરાત્રીના અઠ્ઠમ નવરાત્રીના શુભ દિને ગઇકાલે તા. ૩-૧૦ સોમવારના જુનાગઢ-પોરબંદર-કેશોદ-મુંબઈ-મદ્રાસ-સહિતના વિવિધ શહેરો ગ્રામ્યમાં વસતા લખલાણી (બ્રહ્મભટ્ટ) ભાઈ બહેનોના કુળદેવી મા ગેલ માતાજીના દર વર્ષે નૈવેદ જુનાગઢ ખાતે સામુહિક રીતે માનો થાળ ધરી પૂજા-અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં આયોજક રાકેશ લખલાણી પત્રકાર, નિવૃત અધિકારી હેમેન્દ્રભાઈ (રતુભાઈ) લખલાણી દ્વારા કોઇપણ વ્યકિત પાસેથી સ્વેચ્છાએ અપાતી માના નૈવેદની ભેટ સ્વીકારી કોઇ વ્યકિત કે કુટુંબ ઉપર ખોટુ ભારણ ન લાદી માના નૈવેદ સંપન્ન કરવામાં આવ્યા હતા.

આગલી રાત્રિના તા.૨-૧૦નાં ૨ાજાશાહી વખતના બેરીસ્ટર (વકીલ) ભગવાનજી ભાણજી લખલાણી-કુતિયાણાના હસ્તે રચાયેલી માતાજીની આરતીઓ, આહવાન સ્તુતિ-ધ્યાનનું પઠન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભ.ભા. લખલાણીના ગરબા આરતી કુતિયાણા, કંસારીવાડ, પંચહાટી (પંચેશ્વર) સહિતના સ્થળોએ દાયકાઓથી ગવાય છે.

પટેલ સમાજ ટીંબાવાડી ખાતે ગેલ માના નૈવેદનાં દર્શન આવેલ જુનાગઢનાં માજી મેયર અને બિલ્ડર ધીરુભાઈ ગોહેલને લખલાણી હેમેન્દ્રભાઈના હસ્તે ફૂલહાર સાથે શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા તેમજ લખલાણી સમાજના મોભી  દેવકાન્ત લખલાણી, નિવૃત મામલતદાર જેન્તીભાઈ લખલાણી, જામનગરના વયોવૃધ્ધ દાતા ભીખુભાઈ લખનોરી, મુલુંડ (મુંબઈ)ના જીગ્નેશભાઈ લખલાણી, સ્વ. ટી.જી. લખલાણીના ધર્મપત્ની મંજુલાબેન અને માતાજીના નૈવેદના થાળ સહિતની જવાબદારી દાયકાઓથી સંભાળતા કાન્તાબેન લખલાણીને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. કોર્પોરેટર વોર્ડ નં. ૧૨ના અરવિંદભાઈ ભલાણીના સહકારની પણ નોંધ લેવામાં આવી હતી.(

(1:32 pm IST)