સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

ધારી બગસરા વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રબળ ઉમેદવાર તરીકે મીનાબેન સોડાગર

(ઈકબાલ ગોરી દ્વારા)  સાવરકુંડલા, તા. ૬ :  ધારી બગસરા વિધાનસભા કૉંગ્રેસ પક્ષ ના પ્રબળ ઉમેદવાર તરીકે મીનાબેન સોડાગર નું નામ ગાજી રહ્યું છે અને તેજ ઉમેદવાર સક્ષમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 આવનારી વિધાનસભા ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારો ની પસંદગી ની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે ત્યારે  કૉંગ્રેસ પક્ષે સાવરકુંડલા લીલીયા. લાઠી બાબરા. અમરેલી વાડિયા. રાજુલા જાફરાબાદ. વિસ્તાર માં ઉમેદવારો ની પસંદગી થઈ ચૂકી છે અને કૉંગ્રેસ પક્ષે એક માત્ર ધારી બગસરા વિસ્તાર માટે ઉમેદવાર ની પસંદગી કરવા ની છે  કૉંગ્રેસ પક્ષે ગયા વખતે વિધાનસભા ની ચૂંટણી માં પાંચે પાંચ ઉમેદવારો પુરૃષ ને ટીકીટ આપી હતી અને આવતી વિધાનસભા ની ચૂંટણી માટે ચાર ઉમેદવારોની પસંદગી કરવા માં આવી છે તેમાં ચારે ચાર પુરુષો પસંદ કર્યા છે એટલે આજ વખતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ એ ગઈ વિધાનસભા ની ચૂંટણી માં મહિલા ને ટીકીટ નહોતી આપી એટલે આ વખત ની ચૂંટણી માં ઘારી બગસરા વિધાનસભા વિસ્તાર માંથી અમરેલી જિલ્લા મહિલા કૉંગ્રેસ  ના પ્રમુખ મીનાબેન  સોડાગર ને લડાવવા માં આવે તેવી પૂરેપૂરી શકયતા ઓ જોવા મળે છે

    મીનાબેન સોડાગર સિનિયર સક્ષમ શિક્ષિત હોવા થી તેમજ અમરેલી જિલ્લા માં એક માત્ર શકિતશાળી મહિલા હોવા થી તેમને મેદાન માં ઉતારવા માં આવશે તેવું વિશ્વાસ પાત્ર વર્તુળો માંથી જાણવા મળેલ છે

મીનાબેન સોડાગર દરેક જ્ઞાતિ સાથે સુમેલભર્યા સંબંધો રાખે છે.

ખૂબ જ અભ્યાસુ અને કૉંગ્રેસપાર્ટી ના વફાદાર હોવા થી તેમની ધારી બગસરા વિધાનસભા વિસ્તાર માંથી  કૉંગ્રેસપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતારે તો તે વાત પર નવીનતા પામવા જેવું નથી.

(12:16 pm IST)