સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

ભાવનગર નાગરીક બેંકની વાર્ષિક સભામાં સભાસદોને ભેટ આપવાની જાહેરાત

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ભાવનગર નાગરિક સહકારી બેંકની ૬૮ મી વાર્ષિક સામાન્ય સભા શિવશકિત હોલમાં તાજેતરમાં મળી હતી. અને તેમાં બેંકનું આર્થિક બાબતોમાં ગુલાબી ચિત્ર રજુ કરતા ચેરમેન જીતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બેંકે ગત નાણાંકીય વર્ષમાં રૃ .૩ કરોડ ૧૧ લાખનો નફો કર્યો છે અને સભાસદોને ૯% ડિવીડન્ડ ઉપરાંત આ એક જ મહિનામાં ભેટ પણ આપવામાં આવશે . આ જાહેરાતને સભાસદોએ તાળીઓથી વધાવી લીધી હતી. સભા અધ્યક્ષ જીતુભાઈ ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે છેલ્લા ૧૬ વર્ષનો આ સૌથી વધુ નફો છે અને બેંકની આર્થિક પરિસ્થિતી તપાસીને ઓડીટર દ્વારા બેંકને એ વર્ગ આપવામાં આવ્યો છે . બેંકે વર્ષ દરમ્યાન કરેલી વિવિધ પ્રવૃતિઓની પણ તેમણે માહિતી આપી હતી . સભાસદો તરફથી મેડીકલ સહાય વધારવા, ગંગાજળીયા બ્રાંચનું રીનોવેશન, સોના ધિરાણ મર્યાદા વધારવી વિગેરે સુચનો થયા હતા . સભા અધ્યક્ષ દ્વારા સુચનોની નોંધ લઈ સુચનોની અમલવારી કરવા અને આ સુચનોની તાત્કાલીક અસરથી અમલમાં લાવવા ખાત્રી આપી હતી . બેંક દ્વારા અપાયેલ વાર્ષિક રીપોર્ટમાં દર્શાવેલ એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ . તમામ એજન્ડા હાજર સભાસદોએ સર્વાનુમતે પસાર કરેલ અને સભાસદોના  પ્રશ્નોનાં જીતુ ઉપાધ્યાય તથા જનરલ મેનેજરશ્રી નરેન્દ્રભાઈ વેગડે સંતોષકારક જવાબો આપેલ . સભા અધ્યક્ષ અને બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયે હાજર સભાસદોને બેંકના મુદા પર મુકત ચર્ચા કરવા આમંત્રણ આપતા , સભાસદોએ વિવિધ પ્રશ્નોેએ રજુઆત કરી પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતા . બેંકની ૬૮ મી વાર્ષિક સાધારણ સભામાં વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ બારયા, મેનેજીંગ ડિરેકટર પ્રદીપભાઈ દેસાઈ તથા તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સનાં સભ્યો અને પ્રોફેશનલ ડિરેકટરો હાજર રહેલ . આપવાની૬૮ મી વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ મેયર રમણીકભાઈ પંડયા , પૂર્વ કોર્પો ડે.મેયર બિપીનભાઈ વ્યાસ , પૂર્વ ડિરેકટર ઉમંગભાઈ જોષી, રામભાઈ રાઠોડ, સાજીદભાઈ કાજી, શૌનકભાઈ, કમલભાઈ બધેકા , મહમદખાં પઠાણ, હિતેન્દ્રભાઈ ચોલેરા અને કિરણભાઈ માળી, નલિનભાઈ પંડયા , હમીરભાઈ સોલંકી, હરેશભાઈ તલવાણી વિગેરેએ બેંકના વિકાસ માટે સુચનો સાથે ચર્ચાઓ કરી હતી. જયારે આભારવિધી ડિરેકટર પૂર્ણેન્દુભાઈ પારેખે કરેલ હતી.

(11:53 am IST)