સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

ગોંડલમાં રાજપુત સમાજ દ્વારા શષા પૂજનઃ રાજવી હિમાંશુસિંહજી, રાજકુમાર જયોર્તિમયસિંહજીની ઉપસ્‍થિતીઃ ઘોડેસવારો રેલીમાં જોડાયા

ગોંડલઃ ગોંડલ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન દશેરાના પાવન પર્વે કરવામાં આવ્‍યું હતુ વિજયાદશમી નિમિત્તે રાજપૂત સમાજની વાડી ખાતે ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા રાજપૂત સમાજ ભવન ખાતે ગોંડલના મહારાજા હિમાંશુસિંહજી, રાજકુમાર જયોર્તિમયસિંહજી, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહના ટ્રસ્‍ટ્રી ક્ષત્રિય યુવા સંગઠન, ગોંડલના હોદેદારો સહિતના શષા પૂજનમાં જોડાયા હતા.

ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શહેરના મુખ્‍ય માર્ગો પર ઘોડા સાથે બાઈક રેલી યોજાઈ હતી.

દર વર્ષે દશેરાએ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શષાોનું પૂજન કરવામાં આવે છે ત્‍યારે આ વર્ષે પણ સવારે શસ્ત્રપૂજન, તલવારબાજી સ્‍પર્ધા, અને ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા ગોંડલ શહેરના મુખ્‍ય માર્ગો પર ભવ્‍ય રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું આ રેલી રાજપૂત સમાજ ભવન થી પ્રસ્‍થાન કરવામાં આવી હતી. રેલી માં ઘોડે સવાર અને બાઈક સવારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કોલેજચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્‍યા હતા યુવા અગ્રણી જયોર્તિરાદિત્‍યસિંહ જાડેજા આ રેલી માં જોડાયા હતા ત્‍યાં બાદ રેલી બસ સ્‍ટેન્‍ડ, અને ત્રણ ખુણીયે હવા મહેલ ખાતે તલવારબાજી સ્‍પર્ધા અને તલવાર રાસ યોજવામાં આવ્‍યા હતા. જેમાં ભાગ લેનાર યુવાનોને હવા મહેલ રાજવી પરિવાર દ્રારા પ્રોત્‍સાહિત કરાયા હતા. ત્‍યાર બાદ રેલી આશાપુરા માતાજીના મંદિરે ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગોંડલ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનવવા શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટના કારોબારી સભ્‍યો જહેમત ઉઠાવી હતી.(અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્ય, તસ્‍વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(11:52 am IST)