સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 6th October 2022

મોરબીમાં દશેરા નિમિતે રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

રેલી સામાકાંઠેથી શરુ કરીને શકત શનાળા ખાતે પૂર્ણ કરી બાદમાં વિધિવત શસ્ત્ર પૂજન

મોરબી : આજે અધર્મ પર ધર્મના વિજય એવા વિજયાદશમીના પાવન અવસરે મોરબી રાજપૂત સમાજ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી જે રેલી સામાકાંઠેથી શરુ કરીને શકત શનાળા ખાતે પૂર્ણ કરી બાદમાં વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું

આજે દશેરાના દિવસે રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ભવ્ય રેલી યોજવામાં આવી હતી જેમાં રાજપૂત સમાજના યુવાનો સાફા અને પરંપરાગત પોષકમાં સજ્જ થઈને જય ભવાની અને જય શક્તિ માતાજીના જય ઘોષ સાથે રેલીનો પ્રારંભ કરાવ્યો હતો કાર અને બાઈક સાથે મોટી રેલી યોજી હતી જે રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને શકત શનાળા પહોંચી હતી જ્યાં શક્તિ માતાજી મંદિરે પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

 

(10:36 pm IST)