સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

સુરેન્દ્રનગર નિવેધ કરવા આવેલ અમદાવાદ ના 3 લોકો તળાવ માં ડૂબ્યા : તરવૈયાઓ દ્વારા શોધખોળ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સારો એવો વરસાદ પડ્યો છે.ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા ના નદી નાળાઓ માં નવા નીર ની આવક આવી છે.ત્યારે જિલ્લા માં સરેરાશ125 ઈચ કરતા પણ તાલુકાઓ માં પડેલ વરસાદ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ એ તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.

 

ત્યારે આજે નવરાત્રી નું આઠમું નોરતું છે.ત્યારે લોકો બાર ગામ થી પોતાના માતાજીએ નિવેધ અને વગેરે વિધિઓ કરવા માટે ગામડે આવે છે.ત્યારે મોટી સનખ્યાં માં લોકો પોતાના માતાજી એ પગે લાગી ને નિવેધ કરવા આઠમ ના દિવસે આવે છે.

 

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં આઠમ કાળ આઠમ બની છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ના મોરવાડ ગામે અમદાવાદ થી મોટી સનખ્યાં માં લોકો નિવેધ કરવા પોતાના માતાજી એ આવ્યા હતા.ત્યારે તે આરસા માં માતાજી એ પગે લાગવા જાવા નું હોવા ના કારણે 3લોકો ત્યાં પસાર થતી ભોગવો નદી માં ઉતર્યા હતા.

 

ત્યારે આ પાણી છીછરું હોવા ના પગલે આ 3 લોકો પાણી માં ગરકાવ બન્યા હતા.ત્યાર બાદ આ બાબત ની સ્થાનિકો ને જાણ થતાં તાત્કાલિકફાયરબ્રિગેડ ની ટિમ ને બોલાવી હતી.અને ત્રણેય ની શોધ ખોળ હાલ શરૂ કરવા માં આવી છે.

 

ત્યારે અમદાવાદ તરફ થી નિવેધ માં આવેલ અન્ય લોકો માં શોક નો માહોલ વ્યાપ્યો હતો.ત્યારે હાલ ત્રણેય ને શોધવા ફાયરફાયતારો એ કવાયત હાથ ધરી છે.

 

(8:11 pm IST)